તેલંગણના હૈદરાબાદના ગીતાંજલિ દેવશાળાના સ્ટુડન્ટ ૧૩ વર્ષના હરિહરન નાયડુએ કીબોર્ડ પર બ્લાઇન્ડ ફોલ્ડેડ ૩૦ મિનિટમાં ૨૦ ગીતો વગાડીને વન્ડર બુક ઑફ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે.
રેકૉર્ડ કાઉન્ટિંગ માટે આવેલા જજ સામે તેણે આંખ પર પાટા બાંધીને ૩૦ મિનિટમાં ૨૦ ગીતો ગાયાં હતાં. પોતાની આ સિદ્ધિ દ્વારા તેણે હાજર રહેલા તમામને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જજ ઉપરાંત અનેક હસ્તીઓ હાજર હતી, જેમાં અનુપ રૂબેન્સ, લોકગીત ગાયિકા પદ્મા વિશ્વાસ અને તેલુગુ ફિલ્મ ચેમ્બર ઑફ કૉમર્સના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ડૉક્ટર પદ્મિની નાગુલપલ્લીનો સમાવેશ છે. વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સના સાઉથ ઇન્ડિયા ચીફ કો-ઑર્ડિનેટર ડૉક્ટર જી. સ્વર્ણશ્રીએ કહ્યું કે હરિહરન નાયડુએ હકીકતમાં ૨૯ મિનિટ ૧૯ સેકન્ડમાં બ્લાઇન્ડ ફોલ્ડેડ ૨૦ ગીત ગાયાં હતાં. નવ વર્ષની વયથી હરિહરન નાયડુએ પ્રતિષ્ઠિત સંસ્થા પાસેથી સંગીત શીખવાની શરૂઆત કરી હતી. લૉકડાઉન દરમ્યાન તેણે ચિલ વિથ હરિહરન નામની યુટ્યુબ ચૅનલ શરૂ કરી હતી. આ ચૅનલ પર તેણે અનેક કાર્યક્રમો આપ્યા હતા, જેમાં સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તેની ચૅનલને ૩૦૦૦ સબસ્ક્રાઇબર્સ અને ૬૦,૦૦૦ વ્યુઅર્સ મળ્યા છે.
પગે લકવો છતાં હૉન્ગકૉન્ગના ૨૫૦ મીટર ઊંચા ટાવર પર વ્હીલચૅર પર બેસીને ચડ્યો
19th January, 2021 09:19 ISTવિજ્ઞાનીઓને ચામાચીડિયાંની ચમકતી નારંગી રંગની પ્રજાતિ મળી આવી
19th January, 2021 09:16 ISTખાવા પણ ગમે અને જોવા પણ ગમે એવા મૅક્રોન્સ બનાવે છે અન્ના ઝિરોવા
19th January, 2021 09:14 ISTલોકોને બદલે માત્ર ધ્વજ
19th January, 2021 09:11 IST