હૈદરાબાદના કેસમાં પોલીસે ઢીલું વલણ રાખ્યું, ગુનેગારોને આકરી સજા આપો : પીડિતાના પિતા

Published: Dec 04, 2019, 13:23 IST | Hyderabad

હૈદરાબાદમાં એક વેટરિનરી ડૉક્ટરની સાથે દુષ્કર્મ અને મર્ડરની ઘટના બાદ એક બાજુ આખા દેશમાં રોષ છે તો બીજી બાજુ સંસદમાં આ કેસનો અવાજ ગુંજી રહ્યો છે. પશુ ચિકિત્સકની સાથે થયેલી બર્બરતા બાદ પીડિતાના પરિવારજનોએ આપવીતી જણાવી.

હૈદરાબાદ પોલીસ (PC : ANI)
હૈદરાબાદ પોલીસ (PC : ANI)

(જી.એન.એસ.) હૈદરાબાદમાં એક વેટરિનરી ડૉક્ટરની સાથે દુષ્કર્મ અને મર્ડરની ઘટના બાદ એક બાજુ આખા દેશમાં રોષ છે તો બીજી બાજુ સંસદમાં આ કેસનો અવાજ ગુંજી રહ્યો છે. પશુ ચિકિત્સકની સાથે થયેલી બર્બરતા બાદ પીડિતાના પરિવારજનોએ આપવીતી જણાવી. પીડિતાના પિતાનું કહેવું છે કે ગુનો કરનારની ઉંમર ખૂબ જ નાની છે, પરંતુ તેણે મોટું કામ કરી દીધું. તેઓ ગુનેગાર છે અને ઝડપથી સજા મળવી જોઈએ. પીડિતાની માતાનું કહેવું છે કે જે રીતે મારી દીકરીને સળગાવી એ રીતે ગુનેગારોને પણ સળગાવો.

પીડિતાના પિતાનું કહેવું છે કે જે સમયે મારી દીકરીનો ફોન આવ્યો હતો એ સમયે તેઓ ઘરે નહોતા. તેઓ કોલ્હાપુરમાં હતા. જોકે તેમણે આરોપ મૂક્યો કે પોલીસનું આખા કેસમાં ખૂબ જ ઢીલું વલણ હતું. પોલીસ શરૂઆતમાં સ્પોટ પર ગઈ અને માત્ર સીસીટીવી કૅમેરા જ જોતી રહી. જોકે સીસીટીવી ફુટેજમાં પીડિતા દેખાતી નથી એટલે સુદ્ધાં કે પોલીસે તેમની દીકરી પર જ પ્રશ્ન ઊભા કરી દીધા કે તે ક્યાંક જતી રહી. પીડિતાના પિતાનું કહેવું છે કે દોષીઓને ઝડપથી સજા મળવી જોઈએ. પહેલાં નિર્ભયાના આરોપીઓને છોડી દીધા અને હવે આ કાંડ થઈ ગયો. દોષીઓને આકરામાં આકરી સજા આપવી જોઈએ.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

પીડિતાની બહેનનું કહેવું છે કે તે આ વારદાત બાદથી ઘરની બહાર નીકળી નથી. પોલીસની કોઈ મદદ મળી નથી. જો સમય પહેલાં તેને મદદ મળી ગઈ હોત તો તે જીવતી બચી શકી હોત. બહેનની માગણી છે કે દોષીઓને ઝડપથી સજા મળે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ કાંડ બાદ અગ્રણી મીડિયા સાથે પીડિતાનાં માતા-પિતા અને એકની એક બહેને વાત કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK