મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએઃ દલવાઈ

Published: Nov 03, 2019, 10:11 IST | મુંબઈ

દલવાઈના જણાવ્યા પ્રમાણે પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખરજીના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં શિવસેનાએ કૉન્ગ્રેસને સમર્થન આપ્યું હતું. આજે આવી જ રીતે બીજેપીને સત્તાથી બહાર રાખવા માટે કૉન્ગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએ.

હુસૈન દલવાઈ
હુસૈન દલવાઈ

કૉન્ગ્રેસના રાજ્યસભાના સાંસદ હુસૈન દલવાઈએ કૉન્ગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખીને શિવસેનાને સમર્થન આપવાની સલાહ આપી છે. દલવાઈના જણાવ્યા પ્રમાણે પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખરજીના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં શિવસેનાએ કૉન્ગ્રેસને સમર્થન આપ્યું હતું. આજે આવી જ રીતે બીજેપીને સત્તાથી બહાર રાખવા માટે કૉન્ગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએ.
દલવાઈએ કહ્યું કે ૨૦૧૭માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાએ કૉન્ગ્રેસના ઉમેદવાર પ્રતિભા પાટીલને સમર્થન આપ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૧૨માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાએ પ્રણવ મુખરજીને સમર્થન આપ્યું હતું. ૧૯૮૦ની ચૂંટણીમાં શિવસેનાએ કૉન્ગ્રેસને સમર્થન આપ્યું હતું. ૧૯૭૫માં બાળાસાહેબ ઠાકરેએ ખુલ્લેઆમ કટોકટીને પોતાનું સમર્થન આપ્યું હતું. તેમ જ ૧૯૭૭ની ચૂંટણીમાં કૉન્ગ્રેસ પાર્ટીને સમર્થન કર્યું હતું. ૧૯૮૦ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને સમર્થન આપવા માટે શિવસેના એક પણ બેઠક પરથી ચૂંટણી લડી ન હતી.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

નોંધનીય છે કે આ પહેલાં મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ બાળાસાહેબ થોરાતે એક નિવેદન આપીને સંકેત આપ્યો હતો કે જો શિવસેના સાથે મળીને સરકાર બનાવવા અંગે વિચારી રહી છે તો અમે દિલ્હીમાં હાઈ કમાન્ડ સાથે વાતચીત કરીશું. બાળાસાહેબ થોરાતે કહ્યું હતું કે અમને શિવસેના તરફથી હજી સુધી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. જો તેમના તરફથી કોઈ પ્રસ્તાવ આવે છે તો અમે દિલ્હીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK