હાર્પિક નાખીને બાળ્યો પતિનો ગુપ્તાંગ, પરિવારને આપી નશાની ગોળીઓ

Updated: 26th September, 2020 23:23 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

મહિલાએ હાર્પિક નાખીને તેનો ગુપ્તાંડ બાળી દીધો છે. પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના મેરઠ જનપદમાં ટીટી નગર ક્ષેત્રની રહેવાસી મહિલા પોતાના પતિ અને બાળકોને નશાની ગોળીઓ આપીને પ્રેમી સાથે એન્જૉય કરતી પકડાઇ. હોંશમાં આવેલા પતિએ આરોપ મૂક્યો છે કે મહિલાએ હાર્પિક નાખીને તેનો ગુપ્તાંડ બાળી દીધો છે. પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે.

ઉત્તરપ્રદેશના મેરઠ જનપદમાં ટીટી નગર થાણા ક્ષેત્રમાંથી એક ડઘાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ક્ષેત્રવાસીઓએ મહિલાને પોતાના પ્રેમી સાથે ઘરમાં પકડી પાડી. બીજા રૂમમાં મહિલાનો પતિ અને ત્રણ બાળકો બેભાનીની સ્થિતિમાં મળ્યા. હૉસ્પિચલમાં હોંશ આવ્યા પછી પતિએ આરોપ મૂક્યો કે છેલ્લા ઘણાં સમયથી તેની પત્ની આખા પરિવારને નશાની ગોળીઓ આપીને પ્રેમી સાથે એન્જૉય કરતી હતી. એટલું જ નહીં પત્નીએ ગુપ્તાંગ પર હાર્પિક નાખીને પોતાના જ પતિને બરબાદ કરી દીધો છે. હાલ, પોલીસ ઘટનાની તપાસમાં લાગેલી છે.

હકિકતે, મલિયાના નિવાસી શાદાબ પ્રમાણે સરધના નિવાસી ડૉક્ટર વસીમ તેનો પરિચિત છે. જેને કારણે ડૉક્ટસ વસીમ ઘણીવાર શાદાબના ઘરે આવતો જતો હતો. શાગાબે જણાવ્યું કે વસીમ જ્યારે પણ ઘરે આવતો ત્યારે પોતાની સાથે ક્યારેક બિરિયાની તો ક્યારે મિઠાઇ લઇને આવતો. જેને ખાધાં પછી શાદાબ અને તેની ત્રણેય દીકરીઓ બેભાન થઈને સૂઇ જતી. આરોપ છે કે ત્યાર પછી ડૉક્ટર વસીમ અને શાદાબની પત્ની ચાંદની નિશ્ચિંત થઈને ઘરમાં એન્જૉય કરતાં.

ચોર સમજીને પાડોશીઓ મચાવ્યો હોબાળો
કહેવામાં આવે છે કે શુક્રવારની સાંજે પણ ડૉક્ટર વસીમ ખાવા-પીવાનો કેટલોક સામાન લઈને શાદાબના ઘરે ગયો હતો. જેમાં બેભાન કરવાની દવા મળી હતી. આને ખાધાં પછી શાદાબ અને તેની ત્રણેય દીકરીઓ બેભાન થઈ ગઈ. જેના પછી મોડી રાતે વસીમ શાદાબના ઘરમાં જતો હતો. પણ આ દરમિયાન પાડોશીઓએ વસીમને શાદાબના ઘરે જતાં જોઇ લીધો અને તેને ચોર સમજીને ઘટનાની માહિતી નજીક રહેતા શાદાબના કેટલાક સંબંધીઓને આપી. જેના પછી બધાએ ચોરના નામે હોબાળો કરતાં તેના ઘરો ધામો નાખ્યો. આરોપ છે કે દરમિયાન ચાંદનીએ પ્રેમી ડૉક્ટર વસીમને ઘરના ટૉયલેટ બંધ કરી દીધો. ત્યાર પછી છરી કાઢી પોતાના હાથની નસ કાપી દેવાની ધમકી આપવા લાગી.

First Published: 26th September, 2020 21:39 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK