સસરા સાથે સેક્સમાં ખોટું શું છે? પત્નીને પતિએ કર્યો સવાલ

Published: 24th October, 2012 04:41 IST

ભારતીય સમાજમાં સસરાને પિતા જેવો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ એક એવી ઘટના બહાર આવી છે જેમાં ખુદ સસરાએ તેની પુત્રવધૂ પર જાતીય સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.

દિલ્હીના નારાયણ વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની સરિતા (નામ બદલ્યું છે) લગ્ન બાદ દરરોજ સસરા દ્વારા અસહ્ય દબાણનો સામનો કરી રહી હતી.

જૂન ૨૦૧૦માં સરિતાનાં લગ્ન કલકત્તાના સ્યાલદાહમાં રહેતા સનીપ્રસાદ નામના યુવક સાથે ધામધૂમથી થયાં હતાં. સરિતાએ એવો આરોપ મૂક્યો હતો કે લગ્નના થોડા દિવસ પછી તેના સસરા અવારનવાર અfલીલ કમેન્ટ્સ કરીને તેને પરેશાન કરતા હતા. જોકે શરૂઆતમાં તો સરિતા ચૂપ રહીને સહન કરતી રહી. બાદમાં સસરાની હિંમત વધી અને તેમણે સરિતા સાથે જાતીય સંબંધ બાંધવાની માગણી કરી હતી. એ પછી સરિતાએ સમગ્ર વાત પોતાના પતિને કહી હતી. જોકે પતિએ તેને મદદ કરવાને બદલે એવું કહ્યું હતું કે ‘એમાં ખોટું શું છે? હાઈ સોસાયટીમાં આવું ચાલતું રહે છે. સસરા સાથે સેક્સ કરવામાં કશું ખોટું નથી.’

 પતિના જવાબથી સ્તબ્ધ સરિતા આખરે કલકત્તાથી દિલ્હી પાછી પોતાના ઘરે આવી ગઈ હતી. તેણે નારાયણ વિસ્તારના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તેના પતિ અને સસરાની ધરપકડ કરવા માટે કલકત્તા રવાના થઈ ગઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK