Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પત્નીને ડંડાથી મારીને પછી જીવતી દફનાવી

પત્નીને ડંડાથી મારીને પછી જીવતી દફનાવી

02 June, 2020 01:32 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પત્નીને ડંડાથી મારીને પછી જીવતી દફનાવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આંધ્રપ્રદેશના નેલ્લૂરમાંથી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે પતિએ પહેલા પત્નીને ડંડાથી માર્યો અને પછી તેને જીવતી જ દફનાવી દીધી. તેમની સાત વર્ષની દીકરીએ પોલીસને સૂચના આપી હતી. ગોટલાપાલેમ ગામમાં થયેલી આ ઘટનાનું કારણ ઘરેલૂ કલેશ જણાવવામાં આવે છે.

પોલીસનું કહેવું છે કે 37 વર્ષની પોન્નુરૂ સુભાષિની પોતાના ત્રીજા પતિ સ્વામુલૂ સાથે રહેતી હતી. 27 મેના બન્નેએ દારૂ પીધી અને તેના પછી ઘરના મુદ્દાને લઈને બન્ને વચ્ચે ઝગડો થયો. લાલચોળ થઈ સ્વામુલૂએ પત્નીને ડંડાથી મારવાનું શરૂ કર્યું. ધોલાઇને કારણે સુભાષિની બેભાન થઈને પડી ગઈ. પોલીસે જણાવ્યું કે તેને સુભાષિનીની સાત વર્ષની દીકરીએ સૂચના આપી કે સ્વામુલૂએ એક ખાડો ખોદીને તેમાં સુભાષિનીને જીવતી દફનાવી દીધી છે. તેણે બાળકીને પણ માર્યું અને તેને ભગાડી દીધી. સૂચના મળતાં જ પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી અને ખાડો ખોદીને બૉડી બહાર કાઢી અને હૉસ્પિટલ પહોંચાડી. પણ ત્યાં સુધી સુભાષિનીનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસનું કહેવું છે કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પછી જ સુભાષિનીના મૃત્યુના કારણની ખબર પડી શકશે. પોલીસ આરોપી સ્વામુલૂને શોધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2020 01:32 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK