અમદાવાદ: જન્મદિન પર દારૂની મહેફીલ માણતા પત્ની-પત્ની અને ભાઇ-બહેન ઝડપાયા

અમદાવાદ | Apr 14, 2019, 20:44 IST

અમદાવાદ શહેરમાં શનિવારે મોડી રાત્રે બોડકદેવ વિસ્તારમાં આવેલ રિજન્ટ પાર્ક બંગલોમાં છત પર જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 3 યુવતી સહિત કુલ 10 લોકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ: જન્મદિન પર દારૂની મહેફીલ માણતા પત્ની-પત્ની અને ભાઇ-બહેન ઝડપાયા
દારૂની મહેફિલ માણતા નબીરાઓ

અમદાવાદ શહેરમાં શનિવારે મોડી રાત્રે બોડકદેવ વિસ્તારમાં આવેલ રિજન્ટ પાર્ક બંગલોમાં છત પર જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 3 યુવતી સહિત કુલ 10 લોકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલા આરોપીઓમાં 1 સગા ભાઈ - બહેન અને પતિ પત્ની છે. પોલીસની પ્રાથમીક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે રિજન્ટ પાર્કમાં રહેતો અને નાગપુરમાં નોકરી કરતો મોહિલ પટેલ નામના યુવકનો બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી.


દારૂની મહેફીલની બાતમી મળતા પોલીસે રેડ પાડી
મળેલી માહિતીના આધારે વસ્ત્રાપુર પોલીસે રિજન્ટ પાર્કમાં 4 નંબરના બંગલોમાં રેડ પાડી હતી. જ્યા બંગલાની છતમાં 3 યુવતીઓ અને 7 યુવકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતાં. પોલીસને બે ખાલી દારૂની બોટલો મળી હતી. પોલીસે હાજર એક શખ્સની પૂછપરછ તેનું નામ મોહિલ પટેલ હોવાનું જણાવ્યુ હતું. બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે પાર્ટી કરી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી.


પોલીસે દારૂ પીતા ઝડપેલા લોકો

ગિરીશ ફુલવાણી (ઉ.વ 26, હરેકૃષ્ણ ટાવરઉસ્માનપુરા)
કરણ પટેલ (ઉ.વ 24, ત્રિશુલા ટાવરહેબતપુર)
મોહિલ પટેલ (ઉ.વ
 27, રિજન્ટ પાર્ક બંગલોઝબોડકદેવ)
શીખા વિક્રમ શાહ (ઉ.વ 26, વર્ધમાન એપાર્ટમેન્ટનવરંગપુરા)
રિષભ ગુપ્તા (ઉ.વ 24, ત્રિશુલ વાટિકાહેબતપુર)
કિર્તન પટેલ (ઉ.વ 23, સોમેશ્વર પાર્કથલતેજ)
ચિરંતન વિક્રમ શાહ (ઉ.વ 27, વર્ધમાન ફ્લેટનવરંગપુરા)
હિમાની કુશાન કંસારા (ઉ.વ 24, કપિધ્વજ બંગલોઝસેટેલાઈટ)
દેવયાની પટેલ (ઉ.વ 25, હિન્દૂ કોલોનીનવરંગપુરા)
કુશાન કંસારા (ઉ.વ 26, કપિધ્વજ બંગલોઝસેટેલાઇટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK