Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ નજીક એકસાથે દેખાઈ સેંકડો ડૉલ્ફિન્સ

મુંબઈ નજીક એકસાથે દેખાઈ સેંકડો ડૉલ્ફિન્સ

06 February, 2020 06:44 PM IST | Mumbai Desk
Ranjit Jadhav

મુંબઈ નજીક એકસાથે દેખાઈ સેંકડો ડૉલ્ફિન્સ

મુંબઈ નજીક એકસાથે દેખાઈ સેંકડો ડૉલ્ફિન્સ


મુંબઇના પશ્ચિમ કાંઠે માછીમારોને એક અતિદુર્લભ કહી શકાય તેવી ઘટનામાં હમ્પબેક ડોલ્ફિનનો સમૂહ જોવાનો અનેરો લહાવો મળ્યો હતો. તે તરફ સફર ખેડી રહેલા માછીમારોએ દાવો કર્યો હતો કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ડોલ્ફિન દેખાઇ જતી હતી, પરંતુ તાજેતરમાં સેંકડો ડોલ્ફિન એક સાથે જોવા મળી તેવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે અને આ તથ્ય પરથી એવું પણ સમજી શકાય છે કે, તેમના વસવાટનું રક્ષણ કરવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

મિડ-ડે સાથે વાત કરતાં ગણેશ નાખાવાએ જણાવ્યું હતું કે, “થોડા દિવસો પહેલા ગુજરાતના માંગરોળના માછીમારોનું જૂથ ટ્રોલર ફિશિંગબોટમાંથી મુંબઇના કાંઠેથી આશરે ૨૦૦ નૉટિકલ માઇલ કિ.મી. દૂર ટ્યુના માછલી માટે માછીમારી કરી રહ્યા હતા, ત્યાં અચાનક જ ડોલ્ફિન તેમની હોડીની પાછળ આવી હતી. તે સેંકડો ડોલ્ફિન્સનું ટોળું હતું અને પશ્ચિમ કાંઠે દરિયાઇ સૃષ્ટિ જોવી એ એક સારો સંકેત છે.”
નાખવાને પણ ૨૨મી ડિસેમ્બરે તે જ સ્થળે માછીમારી કરવા દરમિયાન ડોલ્ફિનનો આવો મોટો સમૂહ જોવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2020 06:44 PM IST | Mumbai Desk | Ranjit Jadhav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK