વર્ષ ૨૦૨૦નું પુનરાવર્તન?

Published: 12th January, 2021 09:17 IST | Gujarati Mid-day Correspondent | Italy

ઇટલીના નેપલ્સની હૉસ્પિટલના પાર્કિંગમાં પડ્યો મહાકાય ખાડો એમાં અનેક કારો પણ દટાઈ ગઈ

ઇટલીના નેપલ્સની હૉસ્પિટલ ઑફ ધ સી ખાતે બનેલા એક અણધાર્યા બનાવમાં હૉસ્પિટલનો પાર્કિંગ એરિયા જમીનની અંદર ગરક થઈ જતાં મોટો ખાડો પડી ગયો હતો અને એને કારણે હૉસ્પિટલ નજીકના નિવાસસ્થાનનો વીજળી અને પાણીપુરવઠો બંધ થઈ જતાં કામચલાઉ ધોરણે એને બંધ કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્રને ગણતરીના દિવસોમાં વીજળી અને પાણીપુરવઠો ફરી શરૂ થાય ત્યારે એને રીઓપન કરવાની ખાતરી આપી હતી.

ખાડો પડી ગયેલો દર્શાવતો વિડિયો ટ્વિટર પર વાઇરલ થઈ રહ્યો છે.

સદ્ભાગ્યે હૉસ્પિટલની કામગીરી પ્રભાવિત થઈ નહોતી તેમ જ મોટી જાનહાનિ ટળી હતી. જોકે પાર્કિંગમાં પાર્ક થયેલી સેંકડો કાર ખાડામાં ગરક થઈ ગઈ હતી. આ ખાડો ૨૦ મીટર ઊંડો અને ૨૦૦૦ ચોરસ મીટર લાંબો છે.

એબીસી નેટવર્કના ટ્વિટર-પેજ પર પોસ્ટ કરવામાં આવેલા ફુટેજ પર પ્રતિક્રિયા કરતાં મોટા ભાગના નેટિઝન્સે ન્યુ યૉર્ક સિટીમાં પડેલા ખાડામાં એક એસયુવી ગરક થઈ ગઈ એ બનાવને યાદ કર્યો હતો, તો એક વ્યક્તિએ પોસ્ટ કરી હતી કે ૨૦૨૧નું વર્ષ ૨૦૨૦ની દુષ્ટ નાની બહેન હોય એવું લાગી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK