આ યુવકે પીઠ પર છૂંદાવ્યાં કારગિલના ૫૮૦ શહીદોનાં નામ અને ૧૧ મહાનુભાવોના ચહેરા

Published: 25th December, 2018 14:31 IST

ઉત્તર પ્રદેશના હાપુડ ગામમાં રહેતા પંડિત અભિષેક ગૌતમ નામના ભાઈએ દેશ માટે જાન ન્યોછાવર કરનારા લોકોને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખું કામ કર્યું હતું.

ટેટુ કરાવનાર અભિષેક ગૌતમ
ટેટુ કરાવનાર અભિષેક ગૌતમ

ઉત્તર પ્રદેશના હાપુડ ગામમાં રહેતા પંડિત અભિષેક ગૌતમ નામના ભાઈએ દેશ માટે જાન ન્યોછાવર કરનારા લોકોને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખું કામ કર્યું હતું. તેમણે ૫૮૦ સ્વાતંhયસેનાનીઓ જેઓ કારગિલના યુદ્ધમાં શહીદ થઈ ચૂક્યા હતા તેમનાં નામ પોતાના પર છૂંદાવ્યાં છે. આ ઉપરાંત ઇન્ડિયા ગેટ, શહીદ સ્મારક અને સ્વાતંhયસેનાનીઓ સહિત ૧૧ મહાન હસ્તીઓનાં ચિત્રો પણ પીઠ પર ચીતરાવ્યાં છે. અભિષેકનું કહેવું છે કે આવું કરાવ્યા પછી તેમને બહુ જ સુકૂન મહેસૂસ થઈ રહ્યું છે. આમ કરીને દેશ માટે લડનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યાનો તેમને સંતોષ થઈ રહ્યો છે. પંડિત અભિષેકે હવે શહીદોના ઘરે પણ જવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં તેઓ પાંચ શહીદોના પરિવારોને પર્સનલી મળી આવ્યા છે. તેમની પીઠ પર ટૅટૂના ચિતરામણને કારણે હવે લોકો તેમને હરતુંફરતું મેમોરિયલ કહેવા લાગ્યા છે. શહીદોનાં નામ છૂંદાવવાનું મિશન તેમણે આ વર્ષે ૨૬ જુલાઈના દિવસથી શરૂ કર્યું હતું. આ દિવસ કારગિલ દિવસ તરીકે પણ ઊજવાય છે. લગાતાર ૧૪ દિવસ સુધી રોજ થોડાક કલાકો માટે તેમની પીઠ છૂંદામણ ચાલતું રહ્યું હતું. આ કામ માટે પંડિત અભિષેકે કેટલા રૂપિયા ખચ્ર્યા એ નથી જાહેર કર્યું, પરંતુ તેમનું કહેવું છે કે તેમણે પોતાનો એક મહિનાનો પગાર ખર્ચી નાખ્યો છે.

 

શરૂઆતમાં પરિવારના લોકો અને મિત્રોએ તેમને આવું કરવાની ના પાડી હતી, કેમ કે એનાથી તેમના શરીરને તકલીફ થશે એવું તેઓ માનતા હતા; પરંતુ જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને અભિષેકને જે ખુશી મહેસૂસ થતી હતી એ જોઈને બધાએ તેમને સપોર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અભિષેકે તેમની પીઠ પર રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, મહારાણા પ્રતાપ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, શિવાજી, ચાણક્ય અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનાં ચિત્રો દોયાર઼્ છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK