આ તો સાચે જ છે છોટા પૅકેટ, બડા ધમાકા

Published: Oct 09, 2020, 14:55 IST | Ruchita Shah | Mumbai

બોરીવલીમાં રહેતા મેહુલ અને શીતલ ગોસાલિયાનો આઠ વર્ષનો દીકરો હૃદાન ગોસાલિયા પાંચ વર્ષનો હતો ત્યારથી બૅડ્મિન્ટન રમે છે. ભણવામાં અને રમવામાં અવ્વલ આ બાળકની રમત જોઈને તેના કોચને નવાઈ લાગે છે

હૃદાન ગોસાલિયા
હૃદાન ગોસાલિયા

પુત્રનાં લક્ષણ પારણામાં દેખાય, પરંતુ બોરીવલીમાં રહેતા મેહુલ અને શીતલ ગોસલિયાને પોતાના પુત્રનાં લક્ષણ બૅડ્મિન્ટન કોર્ટમાં દેખાયાં. હૃદાન પાંચ વર્ષનો હતો ત્યારથી બૅડ્મિન્ટન રમે છે અને અત્યારે તેની ચપળતા અને ફ્લેક્સિબિલિટી જોઈને તેના કોચને પણ નવાઈ લાગી હતી. શીતલ કહે છે, ‘નાનપણથી તે ખૂબ ચપળ હતો અને તેના પપ્પાને બૅડ્મિન્ટન રમતા જોઈને તે પણ તેની પાછળ ભાગતો. પિતા તો માત્ર શોખથી રમતા હતા, પરંતુ હૃદાનની ગેમ જોઈને તેના કોચ મજાકમાં કહેતા હોય છે કે ભાઈ તું ટૂંક સમયમાં અમારી નોકરી છોડાવડાવીશ. અત્યારે પણ હૃદાન બાળકોને શીખવાડે છે. તેની હાઇટ-બૉડી પછી પણ તેની ફ્લેક્સિબિલિટી અને એજિલિટીને કારણે તે ગેમમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. ૧૮૦ ડિગ્રી સ્પ્લિટ્સ કરી શકે છે. અત્યારે પણ રોજ એક કલાક બૅડ્મિન્ટનના તેના ઑનલાઇન ક્લાસ ચાલે છે. અમને હતું કે લૉકડાઉનમાં તેનો ગેમ પ્રત્યેનો લગાવ ઘટી જશે એને બદલે ઑર વધી ગયો છે.’

kid
નાની ઉંમરને કારણે તેને લગતી ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો અવસર હજી તેને મળ્યો નથી. જોકે અન્ડર નાઇનની ઇન્ટરસ્કૂલ ટુર્નામેન્ટમાં તે થર્ડ રૅન્ક પર હતો. મેહુલભાઈ પણ નાનપણથી બૅડ્મિન્ટન રમતા આવ્યા છે અને હૃદાનની મમ્મી શીતલ પણ હાઈ જમ્પમાં ઍક્ટિવ છે અને મૅરથૉન દોડે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK