ચીન સરહદે તંગદિલી વધતા સિક્કિમમાં ભારતે મોટા પાયે લશ્કર ખડક્યું

Published: Jul 03, 2017, 04:12 IST

ચીની સેનાએ બે બન્કર તોડી પાડ્યા બાદ લેવામાં આવ્યો નિર્ણયભારત અને ચીન વચ્ચેની સિક્કિમ સરહદે તંગદિલીના વાતાવરણમાં ડોકા લા પ્રાંતમાં વધારે સૈનિકો મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડોકા લા સરહદે બન્ને દેશોના સૈનિકો એકમેકની સામે ઘૂરકિયાં કરતા હોય એવી અશાંતિની સ્થિતિ એક મહિનાથી ચાલે છે. ૧૯૬૨ની લડાઈ પછી ભારત અને ચીનની સરહદે તંગદિલીના ઉકેલ વગરની સ્થિતિનો એક મહિનાનો ગાળો સૌથી લાંબો ગણાય છે.

ચીનના સૈનિકોના ભારતીય લશ્કરનાં બે બન્કર ખતમ કરવાના આક્રમક કૃત્ય પછી ભારતે સિક્કિમ સરહદે વધુ સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો છે. ભારત, ભુતાન અને તિબેટની સરહદો સાથે જોડાયેલા ચુમ્બી ખીણ પ્રદેશ પાસેના ડોકા લા પ્રાંતમાં ભારતના લશ્કરે ૨૦૧૨માં બાંધેલાં બે બન્કર્સ હટાવવાનું ચીનના લશ્કરે જણાવ્યું હતું.

તાજેતરનો ભારત-ચીન સીમા પર એક મહિનાની તંગદિલીનો ગાળો સૌથી લાંબો ગણાય છે. અગાઉ ૨૦૧૩માં કાશ્મીરના લદ્દાખ ડિવિઝનના દૌલત બેગ ઓલ્ડી ખાતે બન્ને દેશના સૈનિકો વચ્ચે ૨૧ દિવસ સુધી તંગદિલી રહી હતી. એ વખતે ચીનના સૈનિકો ભારતની સરહદમાં ૩૦ કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા હતા. કાશ્મીરના લદ્દાખ ડિવિઝનના દૌલત બેગ ઓલ્ડી પ્રાંત પર ચીનના અધિકારનો દાવો ચીનના સૈનિકો એ વખતે કરતા હતા, પરંતુ એ વખતે ભારતના સૈનિકોએ એ બધાને પાછા ભગાડ્યા હતા. ફક્ત સિક્કિમમાં ભારત અને ચીન વચ્ચેની સીમા નર્ધિારિત છે. ૧૯૭૬ના મે મહિનામાં સિક્કિમ ભારતમાં વિલીન થયું હતું.

ચીનનો હેવી-લિફ્ટ કૅરિયર રૉકેટ-લૉન્ચનો પ્રયાસ નિષ્ફળ


ચીનનો બીજું હેવી-લિફ્ટ કૅરિયર રૉકેટ Long March-5 Y2 લૉન્ચ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. સાઉથ ચીનના હૈનાન પ્રાંતના વેન્ચાંગ સ્પેસ લૉન્ચ સેન્ટરથી સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૭.૨૩ વાગ્યે રવાના કરવામાં આવેલા મિશનની ફ્લાઇટમાં અસાધારણ ચિહ્નો નોંધાયાં હતાં. મિશનની નિષ્ફળતાની વધુ તપાસ કરવામાં આવશે. રૉકેટ દ્વારા ૭.૫ ટન વજનનો સૌથી ભારે ઉપગ્રહ શિજિયાન-૧૮ અવકાશમાં તરતો મુકાવાનો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK