નેવી અધિકારી ચેન્નઈથી ઘોલવડના જંગલ સુધી કઈ રીતે પહોંચ્યો?

Published: 9th February, 2021 12:01 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

પોલીસને લાગે છે કે કેસને સૉલ્વ કરવા માટે આ લિન્ક મહત્ત્વની બની જશે

નેવી અધિકારી સૂરજકુમાર દુબે
નેવી અધિકારી સૂરજકુમાર દુબે

નેવી અધિકારી સૂરજકુમાર મિથિલેશ દુબેના મૃત્યુની તપાસ કરી રહેલી પાલઘર પોલીસને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મળ્યાં છે, જેમાં તે હૈદરાબાદથી ઊતર્યા પછી ચેન્નઈના મીનામબક્કમ ઍરપોર્ટ પર મુક્તપણે ફરતો જોવા મળ્યો હતો. આ મામલે ઝારખંડના પલામુના બીજેપીના સંસદસભ્ય વી. ડી. રામ અને ઝારખંડના ભૂતપૂર્વ ડીજીપીએ સૂરજકુમાર દુબે હત્યા કેસની સીબીઆઇ તપાસની માગ માટે કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને રાજનાથ સિંહને પત્ર લખ્યો છે.

આ પણ વાંચો: 10 લાખની ખંડણી ન મળતાં નેવીના અપહૃત ઑફિસરને જીવતો બાળ્યો

તપાસ ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સૂરજકુમાર દુબે ૩૦ જાન્યુઆરીએ લગભગ રાતે સાડાબાર વાગ્યે ચેન્નઈ ઍરપોર્ટ પર પહોંચ્યો હતો અને તે એકલો હતો. જ્યારે તેણે દાવો કર્યો હતો કે ઍરપોર્ટની બહાર પગ મૂક્યા બાદ તરત જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ પણ પ્રશ્નાર્થ છે કે સૂરજકુમાર દુબેએ અપહરણનો દાવો કર્યો હતો, પરંતુ ચેન્નઈના એટીએમમાંથી ૫૦૦૦ રૂપિયા ઉપાડવાનો તેની પાસે સમય હતો. અમે દુબેના ડીમેટ અકાઉન્ટની પણ તપાસ કરી રહ્યા છીએ, જ્યાં તે સ્ટૉક, શૅર અને બે ટ્રેડિંગ કંપનીઓનો વ્યવહાર કરતો હતો.’

આ પણ વાંચો: શૅરબજારમાં નુકસાનને લીધે નેવી ઑફિસરે જીવ ગુમાવ્યો હોવાની શક્યતા

તેમણે ઉમેર્યું હતું કે ‘નેવી અધિકારીના પિતા મિથિલેશ અને કુટુંબીજનો દ્વારા રવિવારે ઝારખંડના પલામુ જિલ્લા દલટોન ગંજના પુરાબડીહા ગામમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. ૩૦ જાન્યુઆરીએ તેની રજાઓ પૂર્ણ થયા બાદ એક ફેબ્રુઆરીએ સૂરજકુમાર ડ્યુટી પર જોડાવાનો હતો. તેને ચેન્નઈથી ઘોલવડના જંગલમાં એક ટેકરી પર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને જીવતો સળગાવી દેવાયો હતો. અમે ખાસ એ વાતની તપાસ કરી રહ્યા છે કે સૂરજકુમાર ચેન્નઈથી ઘોલવડના જંગલ સુધી કેવી રીતે પહોંચ્યો. આ લિંક કેસ સૉલ્વ કરવા માટે બહુ જરૂરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK