Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ બોઝના બે કેળાના ૪૪૨ રૂપિયા મામલે હોટેલને ૨૫,૦૦૦નો દંડ

રાહુલ બોઝના બે કેળાના ૪૪૨ રૂપિયા મામલે હોટેલને ૨૫,૦૦૦નો દંડ

28 July, 2019 11:03 AM IST | મુંબઈ

રાહુલ બોઝના બે કેળાના ૪૪૨ રૂપિયા મામલે હોટેલને ૨૫,૦૦૦નો દંડ

રાહુલ બોઝ

રાહુલ બોઝ


ત દિવસોમાં એક્ટર રાહુલ બોઝનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેમને ચંડીગડની એક હોટેલના બે કેળાના ૪૪૨ રૂપિયાનું બિલ બતાવતા દેખાડવામાં આવ્યા હતા. પરંતુ આજે રાહુલના જન્મદિવસ પર તેમના વીડિયો પર સરકારની અૅક્શનના સમાચાર સામે આવ્યા છે. એક્ટર અને ડાયરેક્ટર રાહુલ બોઝના કેળાવાળા વીડિયો પર હવે હોટેલવાળા પર ૫૦ ગણો દંડ લગાવવામાં આવ્યો છે.
આ સપ્તાહની શરૂઆતમાં રાહુલ બોઝના વીડિયોએ સોશ્યલ પર તહેલકો મચાવ્યો હતો. વીડિયોમાં અભિનેતાએ જણાવ્યું હતું કે, ચંડીગડના જેડબ્લ્યુ મેરિયટ હોટેલમાં રહેવા દરમ્યાન તેમણે બે કેળા માટે ૪૪૨.૫૦ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારે હવે ડીએનએ પાસેથી મળેલી માહિતી અનુસાર હવે આ હોટેલ પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

હોટેલ પર દંડ મામલે અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, એક દિવસ પહેલા, ડ્યુટી એક્સાઈઝ અૅન્ડ ટૅક્સેશન ડિપાર્ટમેન્ટની ટીમે હોટેલમાં વેચાણ સંબંધિત દસ્તાવેજો પણ તપાસવા માટે જપ્ત કર્યા હતા કે, શું તેઓ નિયમિત રીતે સંબંધિત ટૅક્સ વિભાગને ટૅક્સ અને કાગળો જમા કરે છે કે નહીં. અમે તમામ પ્રકારના ઉલ્લંઘનોની તપાસ કરી રહ્યા છીઓ અને તે અનુસાર હોટેલ અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરીશું.



ઉલ્લેખનીય છે કે, રાહુલ બોઝનો ૫૨મો જન્મદિવસ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રાહુલે છેલ્લા કમલ હસન સ્ટારર ફિલ્મ વિશ્વરૂપમમાં કામ કર્યું હતું. હાલ તેઓ ચંડીગડમાં એક વેબસીરીઝ માટે શૂટિંગ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 11:03 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK