હૉસ્પિટલે ના પાડી પણ પોલીસની જીપમાં ડિસ્ચાર્જ થયેલા હાર્ટ પૅશન્ટને ઘરે પહોંચાડ્યા

Published: Mar 26, 2020, 14:57 IST | Mumbai Correspondent | Surat

સુરતમાં હૉસ્પિટલના સંચાલકોના વર્તાવને લીધે મરી પડેલી માનવતાને પોલીસે મહેકાવી

હાર્ટ પૅશન્ટના દર્દી
હાર્ટ પૅશન્ટના દર્દી

મુશ્કેલીના સમયમાં લોકોને મદદ કરવી એ આપણી સંસ્કૃતિ છે અને તેમાં પણ હોસ્પિટલ જેવી સંસ્થાઓ પાસે આવી આશા અને અપેક્ષા રાખી શકાય છે, જોકે સુરતની એક જાણીતી હોસ્પિટલ દ્વારા માનવતાને નેવે મુકનારું કામ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ પોલીસે લોકડાઉન જેવી સ્થિતિમાં માનવતા મહેકાવી છે, સમગ્ર દેશમાં હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમામ લોકોને પોતાના ઘરમાં જ રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે બીજી તરફ ટ્રાન્સપોર્ટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે જેને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓ વધુ મુશ્કેલીમાં મુકાયા છે કારણકે દર્દીઓને ઘરે જવાની કોઈ પણ વ્યવસ્થા હોસ્પિટલ કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો, ત્યારે સુરતની એક જાણીતી હોસ્પિટલ દ્વારા દર્દીને મદદ ન કરવામાં આવતા સીએમ કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ પોલીસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતાં પોલીસ અધિકારીએ પોતાના સરકારી વાહનમાં આ દંપતિને ઘરે જવાની વ્યવસ્થા કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પોલીસ ચોકીની બહાર બેઠેલા આ વૃદ્ધ હાલ ખૂબ મુશ્કેલીમાં છે કારણકે કોરોનાવાયરસ ને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ સેવા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. હરિભાઈ દામજીભાઈ સાપરિયાના પત્નીનું સુરતની જાણીતી હોસ્પિટલમાં હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, ઓપરેશન સફળ થયા બાદ હરિભાઈના પત્નીને હોસ્પિટલમાંથી બુધવારે સાંજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે કોઈપણ ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાના કારણે હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, હરિભાઈ હોસ્પિટલના સંચાલકો ને વિનંતી કરી કે હાલમાં લોકડાઉનને કારણે કોઈપણ વાહન મળી શકે તેમ નથી જેથી તેઓના વેડ રોડ ખાતેના ઘર સુધી જવાની વ્યવસ્થા હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં કરી આપવામાં આવે, આવા સમયે મદદ કરવાના બદલે હોસ્પિટલના જવાબદારોએ નિર્લજતાપૂર્વક ઇનકાર કરતાં કહ્યું હતું કે દર્દીને લાવવા માટે એમ્બ્યુલન્સ નો ઉપયોગ થાય છે ડિસ્ચાર્જ કરી ઘરે જવા માટે નહીં, આમ હોસ્પિટલ આ કપરા સંજોગોમાં વૃદ્ધ દંપતીને પોતાની જાતે વ્યવસ્થા કરી દેવાનું જણાવ્યું હતું, હરિભાઈએ ત્યારબાદ મુખ્ય મંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો હતો, જ્યાં તેમને નજીકમાં આવેલા અઠવાલાઇન્સ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું, હરિભાઈ એક કિલોમીટર ચાલી અઠવા વિસ્તારમાં આવેલી ટ્રાફિક ચોકી પર પહોંચ્યા હતા, આ સમયે ફરજ પર હાજર ટ્રાફિક વિભાગના એસીપી હરેશ મેવાડાને તેઓ મળ્યા હતા. ગભરાયેલા અને દુઃખી હરિભાઈ રડી રહયાં હતાં, જેથી પોલીસ અધિકરીએ તેમને પાણી પીવડાવી મુશ્કેલી જણાવવા કહ્યું હતું. મેવાડા અને અન્ય પોલીસ અધિકારીએ હરિભાઈની આખી વાત સાંભળી હતી, લોકડાઉન સમયે હરિભાઈની સ્થિતિ સમજી ગયેલા એસીપી હરેશ મેવાડા તરત જ પોતાની સરકારી ગાડીમાં હરિભાઈને બેસાડ્યા હતા અને હોસ્પિટલમાં પહોંચ્યા હતા, હોસ્પિટલ પહોંચ્યા બાદ હરિભાઈ અને તેમના પત્ની બંનેને હરેશ મેવાડાએ પોતાની સરકારી ગાડીમાં બેસાડી વેડ રોડ ખાતેના ઘરે જવા રવાના કર્યા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK