પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મેના મહિનામાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણીની તૈયારીઓને લઈને ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. વડા પ્રધાન મોદી સોમવારના એક વાર ફરી પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા હતા. તેઓ બંગાળના હુગલીમાં જનસભા સંબોધિત કરવાની સાથે કલકત્તા મેટ્રોના વિસ્તારનું ઉદ્ઘાટન કરશે. એક મહિનાની અંદર પીએમ મોદીનો આ ત્રીજો બંગાળ પ્રવાસ છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આધુનિક હાઇવે, આધુનિક રેલવે, આધુનિક ઍરવે, આ દેશોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આ દેશોને આધુનિક બનાવવામાં મદદ કરી, ત્યાં આ એક પ્રકારથી પરિવર્તનનું મોટું કારણ બન્યું. આપણા દેશમાં પણ આ કામ દશકાઓ પહેલાં થવું જોઈતું હતું, પરંતુ ન થયું.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજના પશ્ચિમ બંગાળમાં ભાડે બિલ્ડિંગ પણ લેવી હોય તો કટ લાગે છે. આ એવી બદમાશી કરી રહ્યા છે કે બન્ને તરફથી કટ લે છે. સિન્ડિકેટની પરવાનગી વગર ભાડે બિલ્ડિંગ પણ ન લઈ શકો. આ સ્થિતિને પશ્ચિમ બંગાળ વિશે બનાવવામાં આવેલી આ ધારણાને આપણે સાથે મળીને બદલવાની છે. આ કારણે અહીં પરિવર્તન લાવવાનું છે, કમળ ખીલવવાનું છે. પીએમ મોદીએ કહ્યું કે આજે હું બંગાળના લોકોને એ વિશ્વાસ આપું છું, જ્યારે બંગાળમાં બીજેપીની સરકાર બનશે તો દરેક બંગાળવાસી પોતાની સંસ્કૃતિનું ગૌરવગાન કરી શકશે. કોઈ તેને ડરાવી નહીં શકે, દબાવી નહીં શકે. બીજેપી એ સોનાર બાંગ્લાના નિર્માણ માટે કામ કરશે.
પાંચ રાજ્યમાં ચૂ્ંટણી જાહેર: પોલિંગ સ્ટાફનું વૅક્સિનેશન થશે
27th February, 2021 11:45 ISTબન્ને પગ ગુમાવનાર બંગાળની આ યોગ-ઇન્સ્ટ્રક્ટર લોકો માટે પ્રેરણારૂપ
26th February, 2021 09:31 ISTનરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા દંગાબાજ છે : મમતા
25th February, 2021 10:44 ISTસીબીઆઇના અધિકારીઓએ અભિષેકની પત્નીની સવા કલાક સુધી પૂછપરછ કરી
24th February, 2021 10:31 IST