Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીનમાં કોરોના વાઇરસમાં કુલ 426નાં મોત 3235 નવા કેસ નોંધાયા

ચીનમાં કોરોના વાઇરસમાં કુલ 426નાં મોત 3235 નવા કેસ નોંધાયા

05 February, 2020 01:27 PM IST | Hongkong

ચીનમાં કોરોના વાઇરસમાં કુલ 426નાં મોત 3235 નવા કેસ નોંધાયા

(તસવીર: પી.ટી.આઇ.)

(તસવીર: પી.ટી.આઇ.)


ચીનથી ફેલાયેલા ઘાતક કોરોના વાઇરસથી પીડિત ૩૯ વર્ષના એક વ્યક્તિનું હૉન્ગકૉન્ગમાં મોત થયું. અહીં આ વાઇરસથી સંક્રમિત કોઈ વ્યક્તિના મોતનો પહેલો કેસ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ એની પુષ્ટિ કરી. ચીનની બહાર આ વાઇરસે કોઈનો જીવ લીધો હોય એવો આ બીજો કિસ્સો છે. આની પહેલાં ફિલિપીન્સમાં એક વ્યક્તિનું મોત આના લીધે થયું હતું. ઍર ઇન્ડિયાએ હૉન્ગકૉન્ગની ઉડાનો રદ કરી દીધી છે. ચીનના માનેસરની તપાસ શિબિરમાં લાવવામાં આવેલા લોકોમાં પાંચને શરદી-ખાંસીની ફરિયાદ પછી ઑબ્ઝર્વેશન અને સારવાર માટે દિલ્હીની કેન્ટ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમના સેમ્પલને એમ્સ મોકલવામાં આવ્યા છે, જ્યાં એક વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે અન્ય ચારનો રિપોર્ટ નથી આવ્યો.

હૉસ્પિટલના એક પ્રવક્તાએ કહ્યું કે મૃતક હૉન્ગકૉન્ગના રહેવાસી હતા જે ૨૩ જાન્યુઆરીએ હાઈ સ્પીડ રેલવે લિંક દ્વારા ચીનના વુહાનથી શહેર પાછા આવ્યા હતા. આ સંક્રમણથી મોટા ભાગના લોકોના મોત હુબેઈ પ્રાંતમાં થયા છે. હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનમાં ડિસેમ્બરમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાનું શરૂ થયું હતું અને હવે સંક્રમણ ૨૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યું છે.



આ ઘાતક કોરોના વાઇરસના લીધે મૃતકોની સંખ્યા ૪૨૬ થઈ ગઈ અને એના ૨૦,૪૩૮ કેસની પુષ્ટિ થઈ છે. હૉન્ગકૉન્ગના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે મોતના સંબંધમાં વિસ્તૃત માહિતી મંગળવાર બપોર સુધીમાં રજૂ કરાશે. કેટલીયે મીડિયા એજન્સીઓનાં સૂત્રોના હવાલે કહ્યું કે વ્યક્તિને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીયે સમસ્યાઓ હતી, આથી તેની સારવારમાં મુશ્કેલી આવી. વાઇરસના વધતા પ્રકોપને જોતાં હૉન્ગકૉન્ગના નેતાએ ગઈ કાલે બે સરહદોને છોડીને ચીન સાથે લાગેલી તમામ સરહદોને બંધ કરવાની જાહેરાત કરી હતી. હૉન્ગકૉન્ગમાં અત્યાર સુધી કોરોના વાઇરસના ૧૫ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૩માં પણ સાર્સ વાઇરસના કેરથી હૉન્ગકૉન્ગમાં અંદાજે ૩૦૦ લોકોના જીવ ગયા હતા.


ચીનમાં કોરોના વાઇરસનો પહેલો કેસ ડિસેમ્બરમાં વુહાનમાં નોંધાયો હતો. ૨૦થી વધારે દેશમાં એનું ઇન્ફેક્શન ફેલાયું છે. ડબ્લ્યુએચઓએ ૩૧ જાન્યુઆરીએ ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી દીધી છે જેથી મહત્ત્વનાં પગલાં લઈ શકાય. અત્યાર સુધી જપાનમાં ૨૦, થાઇલૅન્ડમાં ૧૯, સિંગાપોરમાં ૧૮, હૉન્ગકૉન્ગ અને દક્ષિણ કોરિયામાં ૧૫-૧૫, ઑસ્ટ્રેલિયા અને જર્મનીમાં ૧૨-૧૨, તાઇવાનમાં ૧૦, અમેરિકામાં ૧૧, મકાઉ, મલેશિયા અને વિયતનામમાં ૮-૮, ફ્રાન્સમાં ૬, યુએઈમાં ૫, કૅનેડામાં ૪, ઇટલી, રશિયા, ફિલિપીન્સ, બ્રિટનમાં ૨-૩, ભારતમાં ૩, નેપાલ, કમ્બોડિયા, સ્પેન, ફિનલૅન્ડ, સ્વીડન અને શ્રીલંકામાં ૧-૧ કેસ નોંધાયો છે.

એક્ઝિબિશન સેન્ટરમાં હૉસ્પિટલ


ચીનના વુહાન પ્રાંતમાં કોરોના વાઇરસનો આતંક એટલોબધો ફેલાયો છે કે એ શહેરના હુબેઈમાં એક એક્ઝિબિશન સેન્ટરમાં બેડ પાથરીને સેંકડો દરદીઓ માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. વુહાન પ્રાંતની સરકારે કોરોના વાઇરસના દરદીઓને સારવારની વ્યવસ્થા માટે એક્ઝિબિશન સેન્ટર ઉપરાંત જિમ્નૅશ્યમ અને અન્ય એક સાર્વજનિક સ્થળને પણ હૉસ્પિટલ બનાવવાની તૈયારી કરી છે. કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં ૪૦૦ કરતાં વધારે લોકોનાં મોત થયાં છે. સેંકડો દરદીઓ વુહાનની સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરદીઓ સતત વધતા જતા હોવાથી વિવિધ સાર્વજનિક સ્થળોએ પણ હૉસ્પિટલ બનાવવામાં આવી છે. 

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2020 01:27 PM IST | Hongkong

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK