Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મૃતદેહ દફનાવવા માટે આ દેશમાં કરોડોમાં વેચાય છે જમીન

મૃતદેહ દફનાવવા માટે આ દેશમાં કરોડોમાં વેચાય છે જમીન

13 January, 2021 09:00 AM IST | Hong Kong
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મૃતદેહ દફનાવવા માટે આ દેશમાં કરોડોમાં વેચાય છે જમીન

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)


હોંગકોંગ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાંનો એક છે. તે એવા દેશોમાં ટોચના સ્થાને છે જેની પાસે જમીન ઓછી છે. અહીં વસ્તીની સરખામણીએ જમીન ઓછી હોવાને કારણે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ છે કે મૃતદેહો દફનાવવા માટે પણ જમીન બચી નથી. એટલે હવે લોકોએ નવો અને વચ્ચેનો માર્ગ શોધી કાઢયો છે. લોકો મૃતદેહ દફનાવવાના બદલે અગ્નિદાહ આપી અસ્થિઓને લૉકરમાં મુકી રાખે છે, જેથી અસ્થિ દફનાવવા જેટલી જમીન મળી જાય.

વર્ષ 1970માં જ હોંગકોંગમાં પ્રોપર્ટીના ભાવ ઝડપથી વધવા લાગ્યા હતા. આ દરમિયાન લોકોને રહેવા માટે જમીનના નાના ટુકડા ઉપલબ્ધ કરાવવા ત્યાંની સરકારે નવા કબ્રસ્તાન નહીં બનાવવાની જાહેરાત કરી હતી. આ સાથે જુની કબરોને ખોદી દર છ વર્ષે જૂના મૃતદેહો કાઢી બાળી નાંખવામા આવે છે. જેથી નવા મૃતદેહોને દફનાવી શકાય. આ વિચિત્ર નિયમ બાદ પણ ત્યાં મરનારા લોકો પાસે મૃત્યુ બાદ પણ સરખી જમીન હોતી નથી. મૃતકનો નંબર છ વર્ષે આવે છે અને જમીન મળશે કે નહીં તે પણ લોટરીથી નક્કી કરવામા આવે છે. જો કોઈ મૃતક ભાગ્યશાળી હોય અથવા એવા ચર્ચનો સભ્ય હોય જેની પાસે મૃતકોને દફનાવવાની જગ્યા બાકી હોય તો તેનો નંબર પહેલા આવે છે. જોકે, આ માટે નાની રકમ નહીં પરંતુ પરિવારજનોએ 2.83 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે.



હોંગકોંગમાં વસ્તી અને જમીનની આ સમસ્યાને કારણે ઘણા લોકો પાસે પોતાનું ઘર નથી અને મર્યા બાદ જમીનની વ્યવસ્થા પણ હોતી નથી. આ જ કારણે અહીં છેલ્લા ઘણા વર્ષથી નવો વિકલ્પ અપનાવવામાં આવી રહ્યો છે. પરિવારજનો મૃતકને દફનાવવાના બદલે મૃતદેહને બાળીને અસ્થિઓ જમા કરી લે છે અને સુરક્ષિત સ્થળે કે બેંકના લોકરમાં રાખે છે. પછી તેઓ રાહ જોતા હોય છે ક્યારે યોગ્ય જમીન ખરીદી શકે જેથી અસ્થિઓ જમા કરાવી અંતિમવિધિની બાકીની પ્રક્રિયા કરી શકાય. અહીં પરિવારજનો મૃતકની અસ્થિઓ એક જારમાં જમા કરી જ્યારે પણ નંબર આવે ત્યારે જાય છે. જેથી તે રાખને દફનાવી શકાય. જો કોઈ અસ્થિઓ દફનાવવાની વ્યવસ્થા પણ ના કરી શકે તેની માટે પણ એક સિસ્ટમ છે. તેણે 94 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે જેથી તેને એક જારમાં અસ્થિઓ દફનાવી શકાય તેટલી જમીન આપવામા આવે છે.


હોંગકોંગના પોશ વિસ્તારમાં લક્ઝરી ઘર પ્રતિ સ્કેવર મીટરની કિંમત 1.86 કરોડ રૂપિયા છે. આ પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે હોંગકોંગમાં જીવન કેટલું મુશ્કેલ છે. અહીં જમીનની તંગી એટલી છે કે લોકો લાકડાના કોફિન ટાઈપના ઘરમાં રહેવા માટે મજબૂર છે. 15 સ્કેવર ફૂટના લાકડીના આ બોક્સ તાબુત જેવા હોવાને કારણે તેને કોફિન ક્યૂબિકલ પણ કહેવામા આવે છે. લગભગ 75 લાખની વસ્તીવાળા હોંગકોંગની વસ્તીનો મોટો ભાગ આ લાકડાના ઘરમાં રહે છે. ભાડાના મકાનની કિંમત વધવાને કારણે લોકો આવા કોફિન બોક્સમાં રહેવા માટે મજબૂર છે. આ બોક્સવાળા ઘરોમાં કિચન અને ટોયલેટ એક સાથે તથા નાના હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2021 09:00 AM IST | Hong Kong | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK