આ છોકરી સાથે લગ્ન કરનારને હવે મળશે ૫૦૦ ને બદલે ૧૨૦૦ કરોડ રૂપિયા

Published: Jul 18, 2016, 03:46 IST

લેસ્બિયન દીકરીને સીધી લાઇન પર લાવી શકે એવા નરબહાદુર માટે તેના પપ્પાએ ઇનામની રકમમાં કર્યો વધારોચારેક વર્ષ પહેલાં સેસિલ ચાઓ નામના હૉન્ગકૉન્ગના બિઝનેસમૅને જાહેરાત કરી હતી કે પોતાની આ દીકરી ગિગીને પરણશે એ પુરુષને તેઓ ૫૦૦ મિલ્યન હૉન્ગકૉન્ગ ડૉલર આપશે. હકીકતમાં વાત કંઈક એમ હતી કે દીકરી લેસ્બિયન હતી અને પિતાને એ મંજૂર નહોતું. પિતાની ઇચ્છા છે કે તેની દીકરી કોઈ સરસ મજાના યુવકના હાથમાં હાથ પરોવીને ચર્ચમાં મૅરેજ કરે. જ્યારે પિતા દીકરીને કોઈ છોકરા સાથે લગ્ન કરવા માટે મનાવી ન શક્યા ત્યારે તેમણે જગતભરના યુવકો સામે ચૅલૅન્જ મૂકેલી કે મારી દીકરીનું મન બદલી શકો અને જો તે તમારી સાથે લગ્ન કરવા રાજી થાય તો કરોડો રૂપિયા આપીશ. એ વખતે લગભગ ૨૦,૦૦૦ યુવકોએ અબજોપતિ બિઝનેસમૅનની દીકરીને પરણીને અમીર થવાના ખ્વાબને અજમાવી જોયેલું, પણ ગિગી કેમેય ટસની મસ ન થઈ. ચાર વર્ષ પછી હવે ૭૭ વર્ષના ગયેલા પિતાએ હજી આશા નથી છોડી. તેમણે ઑફર બમણી કરી દીધી છે. જે પોતાની ૩૪ વર્ષની આ દીકરીને પરણવા મનાવી શકશે તેને ૧૨૦૦ કરોડ રૂપિયા આપવાની ઑફર કરી છે. પોતાની દીકરી હોમોસેક્સ્યુઅલ છે એ વાત પચાવી ન શકતા પિતાની ચૅલેન્જ ઉપાડવા અનેક યુવાનો તૈયાર છે. પિતાના બિઝનેસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદે કામ કરતી તેમ જ પાર્ટટાઇમ પાઇલટ એવી ગિગીનું કહેવું છે કે તેના પિતા હોમોસેક્સ્યુઅલિટીને પચાવી નથી શકતા એટલે તેમને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ પૈસાની લાલચે મને કન્વર્ટ કરી દેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK