રાજાવાડી હૉસ્પિટલમાં મધમાખીઓ પ્રવેશતાં દોડધામ

Published: 31st October, 2011 20:10 IST

ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલી બીએમસી (બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન) સંચાલિત રાજાવાડી હૉસ્પિટલના મહિલા વૉર્ડ નંબર-૧૩માં શનિવારે વિઝિટિંગ અવર બાદ રાત્રે મધમાખીઓના ઝુંડે પ્રવેશ કરતાં ભારે દોડધામ મચી ગઈ હતી.

 

જો કે હૉસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર એક જ વ્યક્તિને છોડી બાકી કોઈને પણ મધમાખીના ડંખની ઈજા નહોતી થઈ. હૉસ્પિટલના સંચાલકોએ પેશન્ટોને સલામતી ખાતર ગાયનેકૉલૉજી વૉર્ડમાં ખસેડ્યા હતા.

જોકે આ મધમાખીઓના ઝુંડને કઈ રીતે બહાર ખસેડવું એની મૂંઝવણ પણ હૉસ્પિટલના સંચાલકોને થઈ હતી; કારણ કે પોલીસ, ફાયરબ્રિગેડ તથા એનજીઓ તમામે આ વિશે એમ કહી હાથ ઊંચા કરી દીધા કે આ સમસ્યાનો સામનો કઈ રીતે કરવો એની ટ્રેઇનિંગ તેમને મળી નથી. હૉસ્પિટલના સત્તાવાળાઓએ સ્થાનિક જાણકારોની મદદ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK