મારે પણ ત્રણ દીકરી છે, મને પણ ચિંતા છે : સુશીલકુમાર શિંદે

Published: 24th December, 2012 03:47 IST

કાલે આંદોલન કરી રહેલા યુવાનોને ઘરે જવાની વિનંતી કરતાં સુશીલકુમાર શિંદે ઇમોશનલ બની ગયા હતાદિલ્હીમાં ગૅન્ગ-રેપની ઘટના બાદ મહિલાઓની સુરક્ષાને મુદ્દે ઉગ્ર આંદોલન કરી રહેલા યુવાનોને ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં યુવાનોને ઘરે પાછા જવાની વિનંતી કરતાં શિંદેએ કહ્યું હતું કે ‘મારે પણ ત્રણ દીકરી છે અને મને તેમની સલામતીની ચિંતા છે.’ યુવાનોને સંયમ જાળવવાની અપીલ કરતાં શિંદેએ કહ્યું હતું કે આ મુદ્દાઓને અમે અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છીએ.

શિંદેએ આંદોલન કરતા યુવાનો પર બળપ્રયોગ કરનાર પોલીસ-અધિકારીઓ સામે પગલાં ભરવાની પણ ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે ગૅન્ગ-રેપની ઘટના અને મહિલાઓની સુરક્ષા માટેનાં અસરકારક પગલાં સૂચવવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળ કમિશનની રચના કરી છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK