નક્સલી હુમલામાં 14ના મોત,રાજનાથ પહોંચ્યા રાયપુર

Published: 2nd December, 2014 08:31 IST

છત્તીસગઢના સુકમામાં નકસલીઓના હુમલા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ રાયપુર પહોચ્યાં છે.તેઓ હુમલામાં ઘાયલ તમામ જવાનોને મળશે.નકસલી હુમલામાં શહીદ થયેલા 14 જવાનોના મૃતદેહ હજી સુધી મળ્યાં નથી.


રાયપુર,તા 2 ડિસેમ્બર

14માંથી હજી સુધી માત્ર 12 જવાનોના જ મૃતદેહ મળ્યાં છે.12 મૃતદેહોને ચિંતાહુફા કેમ્પ ખાતે લાવાવમાં આવ્યાં છે.બે મૃતદેહોની તપાસ ચાલુ છે.શહીદ જવાનોના મૃતદેહોને રાયપુર લઈ જવામાં આવશે.આ ઉપરાંત નકસલિયો વિરૂધ્ધ સંયુક્ત ઓપરેશન પર નિકળેલી સીઆરપીએફ,કોબરા બાટલિયન અને ડીએફના જવાનોની ત્રણ પાર્ટીઓ સોમવાર મોડી રાત સુધી જંગલોમાં ફસાયેલી હતી.પોલીસ મુખ્યાલયથી મળેલી જાણકારી અનુસાર લગભગ 60 જવાનો જંગલથી પાછ કેમ્પ સુધી પહોંચી શક્યા નથી.હુમલામાં શહીદ થયેલા તમામ 14 જવાનો નવ રાજ્યોના રહેવાસી હતા.તેમના નામ નીચે પ્રમાણે છે.

બી.એસ.વર્મા-કાનપુર (યુપી),રાજેશ કપૂરીયા- ઝુનઝુન (રાજસ્થાન),હેમરાજ શર્મા-નાગૌર (રાજસ્થાન),કુલદીપ પુનિયા-ગાઝીયાબાદ (યુપી),પંચુરામ-નાગૌર (રાસ્થાન),દીપક કુમાર- સાંબા (જમ્મુ-કશ્મીર),રાધેશ્યામ રામ-ભોજપુર (બિહાર),મોહમ્મદ શાફી ભટ્ટ-બારમૂલ (જમ્મુ-કાશ્મીર),પવાર ઉમાજી શિવજી-સંગલી (મહારાષ્ટ્ર),પદ્મલોચન માઝી-બરગંઢ (ઉડીસા),કુંચપુ રામ મોહન (આંધ્ર પ્રદેશ),મુકેશ કુમાર -ઈલાહાબાદ (યુપી),ગૌરિશંકર સિંહ-બોકારો (ઝારખંડ),મનીષ સિંહ-બાલાઘાટ (મધ્ય પ્રદેશ)

એડીજી નક્સલ ઓપરેશન આક.કે,વિજે જણાવ્યુ અનુસાર છત્તીસગઢ ગઢન બાદ નક્સલી હુમલામાં એક હજારથી વધારે જવાન શહીદ થયા છે.તેમાં 595 છત્તીસગઢ પોલીસ અને સહાયક દળ અને 405 કેનદ્રીય દળોના જાંબાજ છે.છત્તીસગઢના રહેવાસી 368 જવાન શહીદ થયા છે.જ્યારે સીઆરપીએફના 327 જવાનો શહીદ થયા છે. આ ઉપરાંત વિશેષ પોલીસ અધિકારીની સંખ્યા પણ 194 છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK