જોકે આ ઝુંબેશને લીધે વ્યક્તિગત રીતે અમારામાંના થોડા લોકોને કડવા અનુભવો સહન કરવા પડ્યા હતા. ઉત્તરાખંડ વિધાનસભામાં લોકાયુક્ત બિલ સર્વાનુમતે મંજૂર થયું અને કૉન્ગ્રેસે પણ એને મંજૂરી આપી એ જ એંધાણ આપે છે કે સંસદમાં જનલોકપાલ બિલ સર્વાનુમતે મંજૂર થઈ શકે. જો અમે હિસારમાં કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર ન કર્યો હોત તો જનલોકપાલ બિલ ચૂંટણીનો મુદ્દો ન બન્યું હોત.’
ટીમ અણ્ણામાંથી ફક્ત શાંતિ ભૂષણે પોતાના આંદોલનમાં ડોનેશન આપ્યું છે
કેન્દ્રના કાયદા ખાતાના ભૂતપૂર્વ પ્રધાન શાંતિ ભૂષણ ટીમ અણ્ણાના એવા જાણીતા મેમ્બર છે જેમણે પોતાના આંદોલનમાં ડોનેશન આપ્યું છે. શાંતિ ભૂષણે પોતાના ખિસ્સામાંથી ચાર લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. ટીમ અણ્ણાએ આ વર્ષથી પહેલી એપ્રિલથી છ મહિના સુધી મળેલા ૨.૫૧ કરોડ રૂપિયામાં આ ચાર લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. ડોનેશનરૂપે જિન્દાલ ઍલ્યુમિનિયમ લિમિટેડે અણ્ણા હઝારેના આંદોલનને સૌથી વધુ ૨૫ લાખ રૂપિયા આપ્યા છે.
Gujarat:CM રુપાણીનો કૉંગ્રેસ પર નિશાનો, જનતાએ પાર્ટીનો કર્યો અસ્વીકાર
27th February, 2021 12:58 ISTભણેલાઓએ કૉન્ગ્રેસને પાઠ ભણાવ્યો
24th February, 2021 07:27 ISTઇન્ડિયા-સાઉથ આફ્રિકા વિમેન્સ ક્રિકેટ 7 માર્ચથી થઈ શકે છે શરૂ
23rd February, 2021 12:55 ISTસ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં થશે
23rd February, 2021 10:47 IST