જાતિય સુખ જાગૃત કરવા વપરાતા આ કીડા 20 લાખ રૂપિયા કિલોના ભાવે વેચાય છે

Published: Jul 15, 2020, 18:38 IST | Gujarati Mid-day Online Correspondent | Dehradun

ચીનને લીધે ગગડી ગયા છે હિમાલયન વાયગ્રાના ભાવ, હવે એક લાખ રૂપિયે કિલોના ભાવે પણ કોઈ ખરીદવા તૈયાર નથી

હિમાલયન વાયગ્રા (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
હિમાલયન વાયગ્રા (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

ચીનને લીધે ફેલાયેલા કોરોના વાયરસ (COVID-19)ની અસર દરેક ક્ષેત્રમાં દેખાય છે. કીડા અને ફૂગ બજાર પણ તેમાંથી બાકાત નથી. વિશ્વની સૌથી મોંધી ફૂડ કે કીડા બજારમાં પ્રતિ કિલો આશરે 20 લાખ રૂપિયામાં વેચાતા હિમાલયન વાયગ્રા (એક પ્રકારના કીડા)ના ભાવ ગગડી ગયા છે. વીસ લાખ પ્રતિ કિલોના ભાવે વેચાતા કીડા કોઈ એક લાખ રૂપિયાના ભાવે પણ ખરીદવા તૈયાર નથી. અડધા કીડા અને અને અડધી વનસ્પતિ તરીકે ઉછરતા આ હિમાલયન દવાયગ્રાને ચીનના પૈસાદાર લોકો જાતિય સુખને જાગૃત કરવા માટે વાપરે છે. પણ ચીનને લીધે જ તેનો વ્યવસાય તૂટી ગયો છે.

એશિયન દેશોમાં હિમાલયન વાયગ્રાની વધુ માંગ છે. સૌથી વધુ માંગ ચીન, સિંગાપોર અને હોંગકોંગમાં છે. આ દેશોના ઉદ્યોગપતિઓ તે મેળવવા માટે ભારત અને નેપાળ જાય છે. એજન્ટ દ્વારા ખરીદી કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ કિલો 20 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. એશિયામાં દર વર્ષે તેનો 150 કરોડ રૂપિયાનો બિઝનેસ છે. જોકે, કોરોના વાયરસ અને ભારત-ચીન સીમા વિવાદને લીધે આ વર્ષે કીડાનો ધંધો પડી ભાંગ્યો છે. આંતરરાષ્ટ્રીય નેચર કન્સર્વેઝન એસોસિએશન (આઈયુસીએન)એ તેને જોખમ એટલે કે લાલ સૂચિમાં મૂક્યું છે.

Himalayan Viagra

હિમાલયન વાયગ્રાને 'નાગદમન' અને 'યશગુમ્બા' તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લા 15 વર્ષોમાં હિમાલયન વાયગ્રામાં 30 ટકાનો ઘટાડો થયો છે. વધુ પડતા ઉપયોગને કારણે તેમ થયું છે. તેનો ઉપયોગ શારીરિક નબળાઇ, જાતીય ઇચ્છાશક્તિનો અભાવ, કેન્સર વગેરે રોગોના ઈલાજ માટે થાય છે. આઈયુસીએનના સૂચનો બાદ રાજ્ય સરકારોની મદદથી વાયગ્રાના બચાવ માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

હિમાલયન વાયગ્રા 3500 મીટરથી વધુની ઊંચાઇવાળા વિસ્તારોમાં થાય છે. ભારત, નેપાળ, ચીન અને ભૂટાનના હિમાલય અને તિબેટીયન વિસ્તારોમાં જોવા મળે છે. તે ઉત્તરાખંડના પિથોરાગ, ચમોલી અને બાગેશ્વર જિલ્લામાં થાય છે. મે અને જુલાઇની વચ્ચે જ્યારે પર્વતો પર બરફ પીગળે છે, ત્યારે સરકાર દ્વારા અધિકૃત 10,000 જેટલા સ્થાનિક ગ્રામજનો તેને દૂર કરવા ત્યાં જાય છે. પછી તે વિવિધ સ્થળોએ દવાઓ માટે મોકલવામાં આવે છે.

ફોરેસ્ટ રિસર્ચ સેન્ટર, હળદવાણી દ્વારા જોશીમઢની આસપાસ કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા 15 વર્ષમાં તેનું ઉત્પાદન 30 ટકા ઘટ્યું છે. તેના જથ્થામાં ઘટાડો થવાનું સૌથી મોટું કારણ તેની માંગ, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવાનું પરિવર્તન છે. આ પછી જ, આઈયુસીએને હિમાલયન વાયગ્રાને ‘રેડ લિસ્ટ’ માં સામેલ કરીને તેને જોખમી જાતિઓમાં સમાવી લીધા છે.

Himalayan Viagra

હિમાલયન વાયગ્રા એ એક જંગલી મશરૂમ છે, જે કોઈ ખાસ જંતુના ઇયળ પર ઉગે છે. આ ઔષધિનું વૈજ્ઞાનિક નામ 'ફિઓકાર્ડિસેપ્સ સિનેનેસિસ' છે. કેટર જેના પર ' કેટરપિલર પર ઉગે છે તેને 'હેપિલસ ફેબ્રિકસ' કહેવામાં આવે છે. સ્થાનિક લોકો તેને 'કોર્મવુડ' કહે છે. આ નામ આપવાનું કારણ છે કે, તે અડધો કૃમિ અને અડધી વનસ્પતિ છે. પર્વતીય વિસ્તારની વન પંચાયત સાથે સંકળાયેલા લોકોને આ ફૂગ દૂર કરવાનો અધિકાર છે.2020-07-15

હિમાલયન વાયગ્રાનો સૌથી મોટો વ્યવસાય ચીનમાં છે. પિથોરાગથી કીડા કાઠમંડુ મોકલવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી તેને વિશાળ માત્રામાં ચીન લઈ જવામાં આવે છે. પરંતુ આ વર્ષે, કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે અને ભારત અને ચીન વચ્ચેના વિવાદને કારણે હિમાલય વાયગ્રાનો ધંધો તૂટી પડ્યો છે.

આ પણ વાંચો: માનવામાં નહીં આવે પણ આ જ છે હકીકત: આ દેડકાં મહિલાઓને આકર્ષવા બદલે છે રંગ

ઉત્તરાખંડમાં રજિસ્ટર્ડ કોન્ટ્રાકટરો પ્રતિ કિલો છથી આઠ લાખ રૂપિયા સુધી હિમાલયન વાયગ્રા ખરીદે છે. પરંતુ આ વખતે કોઈ તેને એક લાખ રૂપિયા કિલોના ભાવે પણ ખરીદવા તૈયાર નથી અને તેને કારણે હિમાલયન વાયગ્રાના ધંધાને મોટું નુકસાન થયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK