Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હિમાચલ પ્રદેશમાં ટાયર ફાટતાં બસ ખીણમાં ખાબકી : બાવન લોકોનાં મોત

હિમાચલ પ્રદેશમાં ટાયર ફાટતાં બસ ખીણમાં ખાબકી : બાવન લોકોનાં મોત

12 August, 2012 09:18 AM IST |

હિમાચલ પ્રદેશમાં ટાયર ફાટતાં બસ ખીણમાં ખાબકી : બાવન લોકોનાં મોત

હિમાચલ પ્રદેશમાં ટાયર ફાટતાં બસ ખીણમાં ખાબકી : બાવન લોકોનાં મોત


 



 


મૃતકોમાં ૧૮ મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ છે. ચંબા ગામથી દુલેરા જઈ રહી હતી ત્યારે રાજેરા ગામ પાસે બસનું ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ ૨૫૦ ફૂટ ઊંડી ખીણમાં ગબડી ગઈ હતી. બસની છત પર પણ અનેક પૅસેન્જરો બેઠા હતા.

 


 

અકસ્માતના પગલે ડ્રાઇવર સહિત ૩૯ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ૧૩ પૅસેન્જરો હૉસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા. ચંબાના ડેપ્યુટી કમિશનર સુનીલ ચૌધરીએ કહ્યું હતું કે ઈજાગ્રસ્તોમાં ૧૨ની હાલત અત્યંત ગંભીર છે એથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. રાજ્ય સરકારે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને એક લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઘવાયેલાઓને ૧૦,૦૦૦ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ધુમલે અકસ્માત બદલ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2012 09:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK