વિરાર-દહાણુ સિવાયના એક પણ રૂટ પર આ હાઇ-સ્પીડ ટ્રેન ક્ષમતા પ્રમાણેની સ્પીડ પકડવામાં નિષ્ફળ નીવડી છે. બે મહિના પહેલાં કરવામાં આવેલી ટેસ્ટ દરમ્યાન ૬૦ કરોડ રૂપિયાની આ સૌથી ફાસ્ટ લોકલ દાદર અને વિરાર વચ્ચે માત્ર ૧૨૦ કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ પકડી શકી હતી. વિરાર અને સુરત વચ્ચે એ ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપને પાર કરી શકી હતી. આ ટેસ્ટ ઇન્ડિયન રેલવેની સંશોધન પાંખ રિસર્ચ, ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન, વેસ્ટર્ન રેલવે અને મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી) દ્વારા કરવામાં આવી હતી.
રેલવેના અધિકારીઓનો દાવો છે કે હાઇ-સ્પીડ ટ્રેન દોડતી થયા બાદ માત્ર વિરાર-દહાણુ વચ્ચેના રૂટ પર દોડી શકશે. આ રૂટ પર પણ ઘણુંબધું કામ પેન્ડિંગ હોવાથી હાઇ-સ્પીડ રેલવે આ રૂટ પર દોડતી થવામાં હજી ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગશે.
શું-શું પ્રૉબ્લેમ છે?
રેલવેના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે હાઇ-સ્પીડ ટ્રેન હાઇ-સ્પીડ પર દોડાવવામાં ટૂંકા અંતરે આવતી સિગ્નલ સિસ્ટમ્સ, સતત પાટા ક્રૉસ કરતા રહેતા લોકો, લેવલ ક્રૉસિંગ અને દર ત્રણ મિનિટે ટ્રેન દોડાવવા જેવી સમસ્યાઓ છે.
હાલની સ્પીડ ૭૫-૮૦ કિલોમીટર
હાલની ફાસ્ટ ટ્રેનો સો કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ પકડી શકવા માટે સક્ષમ હોવા છતાં એ માત્ર ૭૫થી ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડે છે.
છમાંથી માત્ર એક જ ટ્રેન આવી
૨૦૧૧ના જૂન સુધીમાં છ ટ્રેન આવવાની હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર એક જ ટ્રેન મુંબઈ સેન્ટ્રલના યાર્ડમાં આવી છે. રેલવેના અધિકારીઓનું કહેવું છે કે બાકીની પાંચ ટ્રેનોના ઇલેક્ટ્રિક પાટ્ર્સ હાલ ઑસ્ટ્રીયામાં અને ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં છે.
હાઈ કોર્ટે ફાસ્ટૅગ સિસ્ટમ સામેની પીઆઇએલનો કેન્દ્ર પાસે માગ્યો જવાબ
4th March, 2021 08:41 ISTરાજ્ય સરકારે કાંજુરમાર્ગમાં મેટ્રો કારશેડ બાંધવાની હાઈકોર્ટ પાસે પરવાનગી માગી
3rd March, 2021 08:56 ISTમુંબઈ: હવેથી ટ્રેન કેમ અટકી છે એની માહિતી પળભરમાં મળી જશે
2nd March, 2021 08:22 ISTસોનુ સૂદે કરી પીછેહઠ: હોટેલ હવે બની જશે રેસિડેન્શિયલ બિલ્ડિંગ
28th February, 2021 10:00 IST