ગોરેગામમાં ફાઇવસ્ટાર હોટેલમાં હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટ

Published: 25th October, 2020 12:24 IST | Mumbai correspondent | Mumbai

ટીવી-સિરિયલની સ્ટ્રગલર યુવતીઓને આ ધંધામાં ધકેલવાના આરોપસર બૉલીવુડની અભિનેત્રીની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના દહિસર યુનિટે શુક્રવારે ગોરેગામની એક હોટેલમાં ચાલતું હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટ પકડ્યું હતું. પોલીસે આ મામલામાં ૨૭ વર્ષની બૉલીવુડની એક અભિનેત્રીની દેહવ્યવસાય કરવાના ધંધામાં દલાલી કરવાના આરોપસર ધરપકડ કરવાની સાથે ત્રણ યુવતીનો છુટકારો કર્યો હતો.
દહિસર ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧૨ની ટીમને બાતમી મળી હતી કે બૉલીવુડની એક અભિનેત્રી ફાઇવસ્ટાર હોટેલમાં હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટ ચલાવે છે. આ મહિલાદલાલની માહિતી મેળવીને પોલીસે બોગસ ગ્રાહકના માધ્યમથી તેનો સંપર્ક કર્યો હતો. અભિનેત્રીએ ગ્રાહકને ગોરેગામની એક ફાઇવસ્ટાર હોટેલમાં બોલાવ્યો હતો અને હિન્દી તથા પંજાબી ટીવી-સિરિયલમાં કામ કરતી ત્રણ અભિનેત્રીના સોદા માટે ૧૦.૫૦ લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો.
યુનિટ-૧૨ના ઇન્સ્પેક્ટર સચિન ગવસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગોરેગામમાં આઇ. બી. પટેલ રોડ પરની એક ફાઇવસ્ટાર હોટેલમાં સોદો નક્કી થયા બાદ અભિનેત્રીએ ત્રણ યુવતીને બોલાવી હતી. અભિનેત્રી સ્ટ્રગલ કરતી ઍક્ટ્રેસોને રૂપિયા કમાવાની લાલચ આપીને તેમની પાસેથી દેહવ્યવસાય કરાવતી હોવાનું જણાયા બાદ તેની ધરપકડ કરાઈ હતી અને ત્રણ યુવતીનો છુટકારો કરાવ્યો હતો.’
યુનિટ-૧૨ના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ તાવડેના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરાઈ હતી. ફાઇવસ્ટાર હોટેલ વનરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી ક્રાઇમ બ્રાન્ચે બાદમાં અહીં કેસ સોંપતાં ફરિયાદ નોંધાઈ હતી અને આગળની તપાસચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK