ગુજરાત હાઇકોર્ટની સરકાર સામે લાલ આંખ, નાસી છુટેલા બુટલેગરોની ફરીયાદો મંગાવી

Published: May 05, 2019, 19:27 IST | અમદાવાદ

બુટલેગરો તકનો લાભ લઇને પોલીસના સકંજામાંથી ભાગી જવાની એક સરખી મસ મોટી ફરીયાદોથી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ.એચ. વોરા ચોંકી ઉઠ્યા હતા. જેને પગલે તેમણે સુનવણી હાથ ધરી હતી અને રાજ્ય સરકાર પાસેથી આ પ્રકારની FRI નો એક વર્ષનો ડેટા મંગાવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ, (PC : Wikipedia)
ગુજરાત હાઇકોર્ટ, (PC : Wikipedia)

બુટલેગરો તકનો લાભ લઇને પોલીસના સકંજામાંથી ભાગી જવાની એક સરખી મસ મોટી ફરીયાદોથી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ.એચ. વોરા ચોંકી ઉઠ્યા હતા. જેને પગલે તેમણે સુનવણી હાથ ધરી હતી અને રાજ્ય સરકાર પાસેથી આ પ્રકારની FRI નો એક વર્ષનો ડેટા મંગાવ્યો છે. માહિતી મળી હોવા છતાં મુખ્ય આરોપી કે બુટલેગર ફરાર હોવાની પોલીસ દ્વારા લાંબા સમયથી કરાતી ડિઝાઇન FIR નોંધવામાં આવતી હોવાનું હાઈકોર્ટે ટાક્યું હતું. હાઇકોર્ટે ડિઝાઇન FIRની ચકાસણી કે નિરીક્ષણના અભાવને લીધે પોલીસને આગામી 11મી જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

અગાઉ પણ હાઇકોર્ટના આદેશ છતાં સરકારના કોઇ પગલા ન લેવાયા
મહત્વની વાત એ છે કે આ પહેલા પણ હાઇકોર્ટે આદેશ આપ્યો હોવા છતાં પણ સરકારે કોઇ મોનિટરીંગ પગલા નહી લેતા તે બાબતે પણ હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. ભુજ બી ડિવિઝન પોલીસ હેઠળ એક બૂટલેગર દરોડા સમયે ભાગી જવાના કેસને કારણે હાઇકોર્ટે આ મામલો ગંભીરતાથી હાથ પર લીધો છે.

શું છે સમગ્ર કેસ...
?
જસ્ટિસ એસ.એચ. વોરાએ
9મી મે 2018ના રોજ એક હુકમ કરી સરકારને ટકોર કરી હતીકે, મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા નોંધવામાં આવતી ફરિયાદો એક સરખી હોય છે. બાતમીને આધારે દારુની હેરાફેરી પકડવામાં આવે છે. તેમજ પોલીસ દ્વારા આરોપીઓ ભાગી ગયા હોવા સહિતની બાબતો એક સરખી જ દર્શાવવામાં આવે છે. આવી એક જ ફોર્મેટમાં કરાતી ફરિયાદને કારણે તે સમયે પણ હાઇકોર્ટે પોલીસ પાસે અહેવાલ માગ્યો હતો. પણ સરકારે એક વર્ષ બાદ પણ આ બાબતે FIR બનાવવા બાબતે કોઇ મોનીટરીંગ સીસ્ટમ ઉભી કરી નથી.

11 જુલાઇ સુધી ડેટા જમા કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ
આ તમામ બાબતો ધ્યાને લઇ હાઇકોર્ટે
1લી મે 2018 થી 1લી મે 2019 સુધી એક વર્ષના સમયગાળાની પોલીસ સ્ટેશમાં નોંધાયેલી એફઆઇઆરની તારીખ, રેડ દરમ્યાન હાજર જવાબદાર પોલીસ અધિકારીનું નામ, ભાગી ગયેલા આરોપીનું નામ, પોલીસ મથક, વાહનનું નામ, જગ્યા, રાજ્યમાં નોંધાયેલી દારુબંધી ધારા હેઠળની ફરિયાદો જેમાં આરોપીઓ પકડાયા કે ભાગી છુટ્યાની યાદી માંગી છે. રાજ્ય સરકારે આ વિગતો 11મી જુલાઇ સુધીમાં હાઇકોર્ટમાં જમા કરાવવા આદેશ આપ્યો છે.

આ પણ જુઓ : કચ્છ- ભુજ : ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની એક ઝલક, જુઓ તસવીરો

સમગ્ર કેસમાં ભુજનું કનેક્શન મહત્વનું છે

ભુજના નામચીન બુટલેગર હાસમ કેવરનો પુત્ર ઇબ્રાહીમ કેવર પ્રોહીબીશન કાયદાની કેટલીક કલમો હેઠળ આરોપી હતો. ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી એક રેડ વખતે પોતે ઘટના સ્થળે હાજર ન હતો એવા કારણોસર તેણે નિયમિત જામીન માંગ્યા હતાં અને પોલીસ તંત્ર આ કેસ ધીમી ગતિએ ચલાવી રહ્યું હતું. આરોપીને ગયા વર્ષે મે મહિનામાં કોર્ટ દ્વારા જામીન મળ્યા હતાં. ૯મી મે, ૨૦૧૮ના રોજ આરોપીને જામીન આપતી વખતે કોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે ૧ મે, ૨૦૧૭ અને ૧ મે, ૨૦૧૮ વચ્ચેની આવી તમામ એફઆઇઆરની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK