અલગ-અલગ ફાંસી આપવાની અરજી હાઈ કોર્ટે ફગાવી

Published: Feb 06, 2020, 20:23 IST | Mumbai Desk

દિલ્હી હાઈ કોર્ટે દોષીઓને તમામ કાયદાકીય વિકલ્પ અપનાવવા સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું

નિર્ભયાના દોષીઓને એકસાથે ફાંસી : દિલ્હી હાઈ કોર્ટ

નિર્ભયા કાંડના દોષીઓને વહેલી તકે ફાંસી પર લટાકાવવા માટેની કેન્દ્ર સરકારની અને દિલ્હી પોલીસની અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે કહ્યું હતું કે તમામને એકસાથે ફાંસી થશે. એની સાથે-સાથે કોર્ટે તમામ આરોપીઓને તેમને મળતા કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે નિર્ભયાકેસના દોષીઓનું ડેથ વૉરન્ટ બે વખત ટળી ચૂક્યું છે કારણ કે દોષીઓએ અલગ-અલગ સમયે કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. જોકે હવે તમામ દોષીઓને કોર્ટે આદેશ આપ્યો છે કે તમારી પાસે જે પણ કાનૂની વિકલ્પ બાકી હોય એનો ઉપયોગ એક સપ્તાહની અંદર જ કરી લેવાનો રહેશે.

કેન્દ્ર સરકારે એવી માગણી કરી હતી કે વહેલી તકે અપરાધીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવે કેમ કે આ અપરાધીઓ દયા અરજી અને ક્યુરેટિવ પિટિશનનો સહારો લઈને જાણી જોઈને ફાંસીમાં વિલંબ કરાવી રહ્યા છે સાથે જ દિલ્હી સરકાર પર પણ વિલંબ કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ પહેલાં મંગળવારે નિર્ભયાનાં માતા-પિતાએ દિલ્હી હાઈ કોર્ટ કેન્દ્રની અરજી પર ઝડપથી નિર્ણય આપે એ અંગે પિટિશન કરી હતી જેથી દોષીઓને ફાંસી આપી શકાય. કોર્ટે આ મામલાની સુનાવણી કરતાં નિર્ભયાનાં માતા-પિતાને એ આશ્વાસન આપ્યું કે ઝડપથી આ અંગે આદેશ આપવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK