Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન યોજાશે હેરિટેજ ઓટો એક્સપોનું આયોજન

શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન યોજાશે હેરિટેજ ઓટો એક્સપોનું આયોજન

24 January, 2019 10:05 AM IST |
દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન યોજાશે હેરિટેજ ઓટો એક્સપોનું આયોજન

શોપિંગ ફેસ્ટિવલમાં હેરિટેજ ઓટો એક્સપો

શોપિંગ ફેસ્ટિવલમાં હેરિટેજ ઓટો એક્સપો


અમદાવાદનાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટીવલને વધુ સફળ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને અને આયોજકોએ નવી જાહેરાત કરી છે. જે અંતર્ગત 27 અને 28 જાન્યુઆરીએ શોપિંગ ફેલ્ટીવલ દરમ્યાન હેરીટેજ ઓટો એક્સપો યોજાશે. જેમાં વિવિધ વિન્ટેજ કારોનું પણ પ્રદર્શન કરવામાં આવશે.

ગત 17 જાન્યુઆરીએ વડાપ્રધાન દ્વારા શરુ કરવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલની શરૂઆતમાં અમુક બાબતોને લઈને કેટલાક વિવાદ સર્જાયા હતા. જો કે પાછળથી તંત્રએ બાજી સંભાળતા લોકો તરફથી ભારે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ શોપિંગ ફેસ્ટિવલને વધુ સફળ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને આયોજકો દ્વારા હેરિટેજ ઓટો એક્સપોના આયોજનની જાહેરાત કરી છે.



 


આ પણ વાંચો: ઈન્ટરિમ બજેટ પહેલા પિયુષ ગોયલને નાણાપ્રઘાન બનાવાયા

 


આ આયોજન અનુસાર આગામી 27 અને 28 તારીખે ઓટો એક્સપોનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે, શોપિંગ ફેસ્ટિવલમાં હાલ સુધી 37.65 કરોડની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે અને 7,24,051 લકી ડ્રો ઇનામના વિતરણ પણ કરવામાં આવ્યા છે. ચાર દિવસમાં 3360 નાના અને 84 બમ્પર વિજેતાઓને ઇનામ અપ્યા હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2019 10:05 AM IST | | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK