Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આવતા મહિને આટલા જ દિવસ બૅન્કો ખુલ્લી રહેશે

આવતા મહિને આટલા જ દિવસ બૅન્કો ખુલ્લી રહેશે

28 September, 2020 05:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આવતા મહિને આટલા જ દિવસ બૅન્કો ખુલ્લી રહેશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ઑક્ટોબરથી સામાન્ય રીતે તહેવારની સીઝન શરૂ થતી હોવાનું કહેવાય છે. આ મહિને ઘણી રજાઓ આવવાની છે જેથી બૅન્કો પણ બંધ રહેશે. આથી સલાહ છે કે તમારા બૅન્કના દરેક જરૂરી કામ પતાવી દેજો કારણ કે આવતા મહિને બૅન્ક ખાસા દિવસ બંધ રહેવાની છે.

આવતા મહિને ગેઝેટ, સ્થાનિક અને બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળીને બેન્કોમાં લગભગ 15 દિવસ રજાઓ રહેશે. જોકે લોકોની સુવિધા માટે એટીએમમાં પુરતા નાણાંની વ્યવસ્થા રહેશે અને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ પણ ચાલું રહેશે જેનાથી લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. રજાઓની શરૂઆત આ વખતે 2 ઓક્ટોમ્બરે ગાંધી-શાસ્ત્રી જયંતીથી થશે જે આ વખતે શુક્રવારે છે.



ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઈટ અનુસાર ઑક્ટોબર મહિનામાં દુર્ગા પુજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/ લક્ષ્‍મી પુજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, મહર્ષિ વાલ્મીકિ જયંતી/ કુમાર પૂર્ણિમાના અવસર પર અલગ અલગ રાજ્યોમાં બેન્કોને રજા રહેશે.


આવતા મહિનાના બૅન્ક હૉલી ડે

  • 02 ઓક્ટોમ્બર શુક્રવારે મહાત્મા ગાંધી જયંતિ ગેઝેટેડ રજા
  • 04 ઓક્ટોમ્બર રવિવાર સાપ્તાહિક રજા
  • 08 ઓક્ટોમ્બર ગુરુવારે સ્થાનિક રજા
  • 10 ઓક્ટોમ્બર શનિવાર બીજા શનિવારની રજા
  • 11 ઓક્ટોમ્બર રવિવાર સાપ્તાહિક રજા
  • 17 ઓક્ટોમ્બર શનિવાર સ્થાનિક રજા
  • 18 ઓક્ટોમ્બર રવિવાર સાપ્તાહિક રજા
  • 23 ઓક્ટોમ્બર શુક્રવાર દુર્ગાપૂજા / મહાસપ્તામી સ્થાનિક રજા
  • 24 ઓક્ટોમ્બર શનિવાર મહાઅષ્ટમી / મહાનવામી સ્થાનિક રજા
  • 25 ઓક્ટોમ્બર રવિવાર સાપ્તાહિક રજા
  • 26 ઓક્ટોમ્બર સોમવાર દુર્ગાપૂજા (વિજયાદશમી) / એક્સેશન ડે ગેઝેટેડ રજા
  • 29 ઓક્ટોમ્બર ગુરુવારે મિલાદ-એ-શેરીફ (પ્રોફેટ મોહમ્મદ) સ્થાનિક રજા
  • 30 ઓક્ટોમ્બર શુક્રવાર (ઈદ-એ-મિલાદ) ગેઝેટેડ રજા
  • 31 ઓક્ટોમ્બર શનિવાર, મહર્ષિ વાલ્મિકી અને સરદાર પટેલ / કુમાર પૂર્ણિમા સ્થાનિક રજાની જન્મજયંતિ

 જોકે બૅન્કોની આ રજાઓ અલગ અલગ રાજ્ય અને અલગ અલગ તહેવારોની છે. જે રાજ્યોમાં સ્થાનીક રજા છે તેમ સિવાય અન્ય રાજ્યોમાં બેન્કિંગ કામકાજ સામાન્ય રીતે રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2020 05:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK