બફાટ કરનાર વિધાનસભ્ય બચ્ચુ કડુ પર બગડ્યાં હેમા માલિની

Published: Apr 23, 2017, 04:33 IST

ડ્રીમ ગર્લ કહે છે કે મારા વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે પગલાં લઈશઍક્ટ્રેસ અને BJPનાં સંસદસભ્ય હેમા માલિનીએ કહ્યું હતું કે મારા વિશે અપમાનજનક નિવેદન કરવા બદલ હું મહારાષ્ટ્રના અપક્ષ વિધાનસભ્ય બચ્ચુ કડુ સામે પગલાં લઈશ.

 બચ્ચુ કડુએ ગયા અઠવાડિયે ખેડૂતોની આત્મહત્યા વિશે એક વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું હતું કે ‘હેમા માલિની દરરોજ દારૂ પીએ છે, પરંતુ શું તેણે આત્મહત્યા કરી છે? ૭૫ ટકા વિધાનસભ્યો, સંસદસભ્યો, પત્રકારો અને હેમા માલિની સુધ્ધાં ઘણો દારૂ પીએ છે, પરંતુ શું તેમણે આત્મહત્યા કરી છે?’

બચ્ચુ કડુ ખેડૂતો દારૂ પીતા હોવાને લીધે આત્મહત્યા કરે છે એવા દાવાનો વિરોધ કરી રહ્યા હતા.

hema

શુક્રવારે મુંબઈમાં એક ઇવેન્ટમાં હાજર રહેલાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘આ વિશે મારી પ્રથમ પ્રતિક્રિયા ચુપકીદી સેવવાની હતી. હું આ નિવેદનને લઈ બચ્ચુ કડુને પ્રસિદ્ધિ આપવા નહોતી માગતી, પરંતુ મારી નજીકની વ્યક્તિઓએ મને કહ્યું હતું કે આ રીતે બચ્ચુ કડુને જવા દેવો યોગ્ય નથી. હવે હું આ વિશે પગલાં લઈશ જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ મારી સાથે અથવા કોઈ પણ સેલિબ્રિટી સાથે આવો દુવ્ર્યવહાર ન કરે.’

 જોકે હેમા માલિનીએ એ સ્પષ્ટ કર્યું નહોતું કે તેઓ બચ્ચુ કડુ વિરુદ્ધ કયાં પગલાં લેવા ધારે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK