રાજકોટ: ઉપવાસીઓનો આંકડો ઓછો કરવામાં બીજું કોઈ નહીં, પણ ખુદ મુખ્ય પ્રધાન પોતે જવાબદાર છે. બન્યું એવું કે ગઈ કાલે સવારે મોદીને ખબર પડી કે રાજકોટમાં તેમની સાથે જિલ્લાના ૧૧૧૧ ડૉક્ટરો પણ ઉપવાસ પર બેસવાના છે. આ જાણકારી મળ્યા પછી તરત જ આ બાબતની પૃચ્છા કરીને અને વાતનું કન્ફર્મેશન મળ્યું એટલે તેમણે રાજકોટના ધારાસભ્ય અને ગુજરાતના નાણાપ્રધાન વજુભાઈ વાળાને કહીને એ બધાને ઉપવાસ કરવાને બદલે પોતપોતાની હૉસ્પિટલમાં રહેવાનો આદેશ મોકલી આપ્યો. વજુભાઈ વાળાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આટલા ડૉક્ટરો આખો દિવસ સદ્ભાવનાના કૅમ્પમાં બેસી રહે તો પેશન્ટે હેરાન થવું પડે. એવું ન બને એટલે નરેન્દ્રભાઈએ કહેવડાવ્યું છે કે ડૉક્ટરો પોતાના પ્રતિનિધિ તરીકે ૧૧ એમબીબીસએસ ડૉક્ટરોને ઉપવાસ કરવા સદ્ભાવના કૅમ્પમાં મોકલે. બાકી બધા પોતપોતાની હૉસ્પિટલમાં રહીને લોકોની સેવા કરે એ સદ્ભાવના જ છે.’
જે દેશી રસી કોવૅક્સિન પર વિપક્ષોએ ઊભા કર્યા હતા સવાલ, એ જ પીએમ મોદીએ મુકાવી
2nd March, 2021 10:08 ISTવૅક્સિન લેવા મમ્મી-પપ્પાને ઇન્સ્પાયર કર્યાં મોદીએ
2nd March, 2021 07:21 ISTતામિલ ભાષા ન આવડ્યાનો વસવસો : નરેન્દ્ર મોદી
1st March, 2021 12:19 ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
1st March, 2021 08:40 IST