Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાઃ જનજીવન ઠપ

જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાઃ જનજીવન ઠપ

08 November, 2019 12:26 PM IST | Himachal Pradesh

જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાઃ જનજીવન ઠપ

બરફ વર્ષા

બરફ વર્ષા


જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાનું આગમન થયું છે. આ રાજ્યના પહાડી વિસ્તારમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જેને લઈને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કુલ્લુ અને સિરમૌર જિલ્લામાં હિમવર્ષા થઈ છે. જેના કારણે પહાડોએ બરફની ચાદર ઓઢી લીધી હોય તેવાં દૃશ્યો સર્જાયાં છે.
જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જાણીતા પર્યટન સ્થળ ગુલમર્ગમાં ચારેય તરફ બરફ વેરાયેલો છે. પહાડોની ચોટીઓ બરફથી ઢંકાઈ ગઈ છે. આ દરમ્યાન શ્રીનગરમાં ખરાબ હવામાનના લીધે હાઇવે જામ છે. ભારે હિમવર્ષાના લીધે ઘણાં ઝાડ પડી ગયાં છે. તો બીજી તરફ જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં ટેલિફોન લાઇનો પણ હિમવર્ષાના લીધે ઠપ થઈ ગઈ છે.
બીજી તરફ મોડીરાત્રે જ હિમવર્ષાના લીધે શ્રીનગરમાં લગભગ ૪ ઇંચ હિમવર્ષા થઈ ગઈ છે. તો બીજી તરફ ઘણા વિસ્તારોમાં વીજળીની સેવા ઠપ થઈ ગઈ છે. ઘણી જગ્યાએ કન્ટ્રોલ રૂમ બનાવીને રસ્તો ખોલવા અને લોકો સુધી જરૂરી વસ્તુઓ પહોંચાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે મંગળવારના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર તેમ જ લદ્દાખમાં ૫થી ૮ નવેમ્બરની વચ્ચે હિમવર્ષાની આશંકા વ્યક્ત કરી હતી.
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમાચલમાં શુક્રવારના રોજ સૌથી વધારે વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી હતી. ખરાબ હવામાનને લઈને ઇન્વેસ્ટર સમિટ પણ પ્રભાવિત થવાની આશંકા છે.
હિમાચલમાં રોહતાંગમાં પણ બરફવર્ષા થઈ છે. રાજ્યના સિમલા સહિતના મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. સિમલામાં ૭.૬ ડિગ્રી અને મનાલીમાં તાપમાન ૨.૮ ડિગ્રી નોંધાયું હતું.

કાશ્મીરમાં એલઓસી પાસે હિમપ્રપાતઃ સેનાના બે જવાન શહીદ

કાશ્મીરના ઉચ્ચ પર્વતીય ક્ષેત્રમાં બુધવારે મોડી રાત્રે ૨ ફુટ સુધી બરફવર્ષા થઈ છે. એવામાં ઉત્તરી કાશ્મીરના તમામ ભાગમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કુપવાડામાં બરફવર્ષા બાદ એલઓસી પાસે થયેલ ભૂસ્ખલનમાં સેનાના બે જવાન શહીદ થયા છે. આ બંને જવાન હિમસ્ખલન દરમ્યાન બરફમાં દટાઈ ગયા હતા. શહીદ જવાનોના નામ અખિલેશ પટેલ (રીવા, મધ્ય પ્રદેશ) અને ભીમ બહાદુર (દેહરાદુન, ઉત્તરાખંડ) છે.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2019 12:26 PM IST | Himachal Pradesh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK