તામિલનાડુમાં શુક્રવારે પણ વરસાદનું જોર યથાવત્ રહેતાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં હતાં અને ઘણા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રામનાથપુરમ નજીક મન્નારની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આજે મંદ પડે એવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે ટ્વીટ કર્યું હતું કે રામનાથપુરમ જિલ્લાના કાંઠા નજીક મન્નારની ખાડી પરનું ડીપ ડિપ્રેશન સ્થિર થયું હતું. આ જ પ્રદેશમાં એ સ્થિર રહેશે અને આગામી ૧૨ કલાકમાં મંદ પડશે.
રાજ્યના ઘણાખરા ભાગોમાં વ્યાપક વરસાદ પડ્યો હતો તો કોલ્લિડમ (૩૬ સેન્ટિમીટર, નાગપટ્ટીનામ જિલ્લો), ચિદમ્બરમ (૩૪ સેન્ટિમીટર, કુડ્ડલોર) સહિતના કેટલાક પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો અને બે ડઝન કરતાં વધુ વિસ્તારોમાં ૧૦ અને ૨૮ સેન્ટિમીટરની વચ્ચે વરસાદ પડ્યો હતો.
તિરુવરુર, તાંજવુર, મયિલાડુથુરઈ, નાગપટ્ટિનામ, પુડુકોટ્ટાઈ અને અરિયાલુર સહિતના જિલ્લાઓમાં ડાંગર અને શેરડીના પાકો પર પાણી ફરી વળ્યાં હતાં.
અનુક્રમે દક્ષિણ અને ઉત્તર તામિલનાડુના રામનાથપુરમ અને તિરુકોવિલુર (કલ્લાકુરીચી જિલ્લા)માં ૭ સેન્ટિમીટર વરસાદ પડ્યો હતો.
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12,689 કોરોનાના કેસ, 97% લોકો થયા સાજા
27th January, 2021 12:13 ISTશ્વાનને દુલ્હન બનાવીને બે બાળકો સાથે ધામધૂમથી કરાવ્યા લગ્ન, જાણો કારણ
27th January, 2021 11:09 ISTShare Market: ઘટાડા સાથે શૅર બજાર ખુલ્યું, સેન્સેક્સ 280 અંક તૂટ્યું
27th January, 2021 09:48 IST21 વર્ષ બાદ પ્રજાસત્તાક દિવસે પડી આટલી ઠંડી
27th January, 2021 09:20 IST