દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનો પ્રકોપ, 48 કલાક ભારે વરસાદની આગાહી

Published: Jul 07, 2019, 20:36 IST

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ભાવનગર, નવસારી, અમરેલી, ડાંગ, વલસાડ, સુરત, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનો પ્રકોપ
દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનો પ્રકોપ

દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મેઘરાજાએ ધમાકેદાર ઓપનિંગ કરી છે અને હજુ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ભાવનગર, નવસારી, અમરેલી, ડાંગ, વલસાડ, સુરત, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેધરાજા મનમુકીને વરસી રહ્યા છે. નોંધાયેલી વરસાદના આંકડા અનુસાર 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 8.15 ઈંચ વરસાદ વરસ્યો હતો આ સિવાય વલસાડમાં 8.09 નોધાંયો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર, વાપી તાલુકામાં અનુક્રમે 7.9 અને 7.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે ઉપકરવાસના વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા હતા

વરસાદના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. દમણગંગા નદી બે કાંઠે નદી કિનારાનાં ગામોને સાવચેત રહેવા તંત્રએ સૂચન આપ્યું છે. મધુબન ડેમની સપાટી વધતા તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે. મધુબન ડેમમાં નવા નીરમાં સતત વધારો થઈ ગયો છે.

આ પણ વાંચો: વરસાદના કારણે દક્ષિણ ગુજરાત પાણી-પાણી

હવામાન વિભાગે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશના દક્ષિણ જિલ્લા અને મધ્ય પ્રદેશના ઉત્તર જિલ્લાઓમાં 9 અને 10 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરબ સાગરમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે જેનાથી સમુદ્રમાં ઉંચા મોજા ઉછળી શકે છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK