જબરજસ્ત વરસાદથી મુંબઈ બની સમુદ્ર નગરી, એરપોર્ટ બન્યું તળાવ

Published: Jul 02, 2019, 09:28 IST | મુંબઈ

મુંબઈમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલો વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એમાંય સોમવાર રાતથી પડી રહેલા સતત વરસાદે માયાનગરીના હાલ બેહાલ કરી દીધા છે.

મુંબઈમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલો વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એમાંય સોમવાર રાતથી પડી રહેલા સતત વરસાદે માયાનગરીના હાલ બેહાલ કરી દીધા છે. મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તા પર એટલા પાણી ભરાયા છે કે બાઈક કાર અડધા ડૂબી ગયા છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે મુંબઈમાં દીવાલ પડવાથી 13 લોકોના મોત થયા છે, અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મલાડના પિપરીપાડા વિસ્તારમાં દિવાલ પડવાની ઘટના બની છે. કલ્યાણમાં પણ નેશનલ ઉર્દુ હાઈસ્કૂલની કમ્પાઉન્ડ વોલ પડતા 3 લોકોના મોત થયા છે. હજીય આગામી સમયમાં વરસાદ ચાલુ રહે તેવી આગાહી છે. ત્યારે બીએમસીએ મુંબઈમાં જાહેર રજાનું એલાન કર્યું છે.

ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પાણીમાં ગરકાવ થઈ ચુક્યુ છે, જેને કારણે ફ્લાઈટ્સના આવાગમન પર પણ અસર પડી રહી છે. મુંબઈ એરપોર્ટ જાણે સરોવર બન્યું હોય તેમ ભારે વરસાદને કારણે એરપોર્ટની અંદર પાણી છલકાઈ રહ્યા છે.

જુઓ વીડિયો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK