Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ, અનેક ગામો સાથે સંપર્ક તૂટ્યો

દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ, અનેક ગામો સાથે સંપર્ક તૂટ્યો

30 July, 2019 01:24 PM IST |

દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ, અનેક ગામો સાથે સંપર્ક તૂટ્યો

દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ

દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ


ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે. મૂશળધાર વરસાદને કારણે રાજકોટમાં અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્કૂલ બસ ફસાતા વિદ્યાર્થીઓને મહામહેનતે બહાર કઢાયા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે પરિસ્થિતિ વણસી રહી છે. મધ્ય ગુજરાતને છોડતા ગુજરાત ભરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ-ઉત્તર ગુજરાતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે જ્યારે ગામોમાં વીજળી પણ ગૂલ થઈ છે. તેમજ લોકોના ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ છે. જ્યારે ડાંગમાં 30 ગામ અને વલસાડના 20 હજાર લોકો સાથે સંપર્ક તૂટ્યો છે.

બનાસકાંઠામાં તારાજીની સ્થિત



બનાસકાંઠાની વાવના મોરીખા ગામે પણ 100થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યાં અને ખેતરોના બંધપાળા તૂટી જતાં ખેતરો અને પાકનું ધોવાણ થયું. આ વિસ્તારોમાં વીજળી પણ ગૂલ થઈ ગઈ છે. હાલ ગુજરાત હાલ પૂરની સ્થિતિ તરફ ધસી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. હવમાન ખાતાની આગાહી મુજબ, જો આવનારા 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો રાજ્યમાં પૂરની ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે તેમ છે.


આ પણ વાંચો: Rajkot Rain: 24 કલાકમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, આવી પડી અસર

તાપીમાં એલર્ટ


મહારાષ્ટ્ર અને ગુજરાતની સીમા પર આવેલા હથનૂર ડેમના દરવાજા ખોલાતા તાપી નદીમાં પાણીનું પ્રમાણ વધ્યું હતું જેના કારણે નજીકના ગામના લોકોને એલર્ટ કરાયા હતા. આ સિવાય સતત વરસી રહેલા વરસાદના કારણે પણ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે કહેવામાં આવી રહ્યું છે. સરકારે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે. વાવમાં આવેલી કેનાલોના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ના કરાતાં તૂટી ગઈ હતી. ભારે વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયું હતું. ઉપરવાસમાં થયેલી ભારે વરસાદને લઈ એક સમયે સૂકી થયેલી નદીઓના જળસ્તર વધવાની સાથે બંને કાંઠે વહી રહી છે. ધરમપુરમાં 20 કોઝ વે પરથી પાણી ફરી વળતા માર્ગો બંધ થઈ ગયા છે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 01:24 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK