8 જાન્યુઆરીથી શરૂ થશે UKની ફ્લાઈટ્સ, પ્રવાસીઓ માટે હવે નવી ગાઈડલાઈન્સ

Published: 2nd January, 2021 16:51 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

UKથી આવતા પેસેન્જર્સે એરપોર્ટ પર પોતાના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવા જરૂરી રહેશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગત મહિને UKમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળતા ભારત સરકારે UKની ફ્લાઈટો પર 22 ડિસેમ્બરથી રોક લગાવી દીધી હતી. જોકે હવે, સરકારે ફ્લાઈટો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતથી UKની ફ્લાઈટ્સ 6 જાન્યુઆરીથી જ્યારે, UKથી ભારતની ફ્લાઈટ્સ 8 જાન્યુઆરીથી શરૂ થશે. દરેક સપ્તાહે બંને તરફથી 15-15 ફ્લાઈટ ઓપરેટ થશે. એવામાં કોરોનાના નવા વેરિએન્ટ પર ધ્યાન રાખવા અને તે વધુ ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જાહેર કરી છે. જે એરલાઇન્સ અને પેસેન્જર્સ માટે છે. જાણી લો શું છે એસોપીમાં:

1. UKથી આવતા પેસેન્જર્સે એરપોર્ટ પર પોતાના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવા જરૂરી રહેશે.

2. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એલિઝિબલ એરલાઇન્સને UK માટે લિમિટેડ ફ્લાઇટ્સની પરમિશન જાહેર કરશે. તે વાતનું ધ્યાન રાખવામાં આવશે કે UKથી આવતી બે ફ્લાઈટ્સ વચ્ચે અંતર રહે. જેથી એરપોર્ટ પર ભીડ ભેગી ન થાય. DGCA તે વાત પર પણ નજર રાખશે કે એરલાઇન્સ UKથી આવતા પેસેન્જર્સને કોઈ ત્રીજા દેશના એરપોર્ટથી ટ્રાંઝિટની પરમિશન ન આપે.

3. તમામ પેસેન્જર્સે છેલ્લાં 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવી પડશે. કોરોનાની તપાસ કરાવવા માટે ડિક્લેરેશન ફોર્મ પણ ભરવું પડશે.

4. 8 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે UKથી આવતા પેસેન્જર્સે યાત્રાના 72 કલાક પહેલાં www.newdelhiairport.in પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવું પડશે.

5. તમામ યાત્રિકોએ ફ્લાઈટના 72 કલાક પહેલાં RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો જરૂરી છે. જે www.newdelhiairport.in પર અપલોડ કરવો પડશે.

6. એરલાઇન્સે એનશ્યોર કરવું પડશે કે નેગેટિવ રિપોર્ટ દેખાડ્યા બાદ જ પેસેન્જર્સને ટ્રાવેલની પરમિશન આપવામાં આવે.

7. એરલાઇન્સે એરપોર્ટના વેઈટિંગ એરિયામાં SOP સાથે જોડાયેલી જાણકારી ડિસ્પ્લે કરવી પડશે. ચેકઈન પહેલાં યાત્રિકોને તે અંગે સમજવું પડશે અને ફ્લાઇટની અંદર પણ એનાઉન્સમેન્ટ કરવું પડશે.

8. એરપોર્ટ પર ટેસ્ટિંગમાં જે પેસેન્જર્સ પૉઝિટિવ મળી આવે તેમને સ્ટેટ હેલ્થ ઓથોરિટીઝના કો-ઓર્ડિનેશનવાળા સેપરેટ આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે.

9. જીનોમ સીક્વેન્સિંગમાં જો જૂના વેરિએન્ટ મળે છે તો પેશન્ટને હોમ આઈસોલેશન કે કોવિડ સેન્ટરમાં રાખવાનો હાલનો પ્રોટોકોલ લાગુ રહેશે. જો નવા વેરિએન્ટ મળી આવે છે તો સેપરેટ આઈસોલેશન યુનિટમાં જ રાખવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK