Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોવિડ-19 વેક્સિનની ઉડતી અફવાઓને લીધે આખરે આરોગ્ય પ્રધાને સ્પષ્ટતા આપી

કોવિડ-19 વેક્સિનની ઉડતી અફવાઓને લીધે આખરે આરોગ્ય પ્રધાને સ્પષ્ટતા આપી

11 October, 2020 05:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોવિડ-19 વેક્સિનની ઉડતી અફવાઓને લીધે આખરે આરોગ્ય પ્રધાને સ્પષ્ટતા આપી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


દેશમાં કોરોના વાયરસની વેક્સીનના (Coronavirus Vaccine) વિતરણને લઈને ઉડી રહેલી અફવાઓ ઉપર રવિવારે આરોગ્ય પ્રધાન (Minister of Health) ડો. હર્ષવર્ધન (Harsh Vardhan)ને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે સરકારની યોજના વૃદ્ધો અને યુવાનોને પહેલા કોરોના વેક્સીન (Covid 19 vaccine) ઉપલબ્ધ કરાવવા જેવી કોઈ જ વાત નથી.
સંડે સંવાદ કાર્યક્રમમાં ડો. હર્ષવર્ધને અનેક સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં તેમણે આગામી તહેવારો અને ભગવાનની પૂજાને લઈને લોકોને કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે મારું કર્તવ્ય છે કે હું મારા લોકોની રક્ષા કરું. જીવનને બચાવું અને તેમને ખતમ ન કરું. કોઈપણ ધર્મ ભગાવન એ નથી કહેતો કે તમારે આંડબરપૂર્ણ રીતે ઉજવણી કરવાની છે. પોતાના વિશ્વાસને સાબિત કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થવાની જરૂરત નથી.
ડો. હર્ષવર્ધને એ પણ કહ્યું કે, સરકારે અત્યાર સુધી કોવિડ-19 વેક્સીન માટે આપાતકાલિન પ્રાધિકરણ આપવા માટે કોઈ વિચાર કર્યો નથી. આ પહેલા લોકોની સુરક્ષા માટે વેક્સીનના ટ્રાયલના બીજા અને ત્રીજા ટ્રાલયના ક્લિનિકલ ડેટાની રાહ જોવાઈ રહી છે. જોખમવાળા સમૂહ અને સંક્રમણના જોખમવાળા સમૂહને પ્રાથમિક્તા આપવામાં આવશે. આની આશંકા પણ છે કે કોરોના વેક્સીન સીમિત માત્રામાં સપ્તાય થશે. ભારત જેવા મોટા દેશમાં પ્રથામિક્તાના આધારે જ ટીકાકરણની તૈયારી જરૂરી છે. અનેક ચીજો એટલા માટે સુનિશ્ચિત કરવામાં આવી રહી છે કે જ્યારે જરૂરત લાગે ત્યારે કોઈ તકલીફ ન થાય.
ઉલ્લેખનીય છે કે સાત ઓક્ટોબરે સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોના સાજા થવાનો દર વધી રહ્યો છે. સારવાર લઈ રહેલા દર્દીઓમાં પણ ઘટાડો આવી રહ્યો છે. એટલે એ સાબિત થાય છે કે કેન્દ્ર સરકારના નેતૃત્વમાં કોવિડ-19 ઉપર રોક લગાવવાની રણનીતિ સફળ છે.દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70 લાખને પાર ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડા દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90 હજારથી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ છેલ્લા બે દિવસથી ફરી 70,000થી વધુ કેસ નોંધાયા છે. ઘણા દિવસો બાદ પૉઝિટિવ કેસોની સંખ્યા 70,000થી વધુ નોંધાઈ છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 74,383 નવા કેસ નોંધાયા છે અને 918 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 70,53,806 કેસ થઈ ગયા છે. જેમાંથી 8,67,496 એક્ટિવ કેસ છે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2020 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK