આવી ગયા છે સુપર કૉક્રૉચ : જેને મારવા મુશ્કેલ નહીં, લગભગ ઇમ્પૉસિબલ છે

Published: Jul 22, 2019, 11:19 IST | હેલ્થ બુલેટિન | મુંબઈ ડેસ્ક

અભ્યાસના છ મહિનાના ગાળા દરમિયાન સંશોધકો કેટલાક કિસ્સામાં જુદા-જુદા પ્રકારનાં જંતુનાશકોનો ઉપયોગ કરવા છતાં વંદાની સંખ્યા ઘટાડી ન શક્યા.

વંદો
વંદો

હેલ્થ બુલેટિન

વંદામાં જંતુનાશકો અને બગ સ્પ્રે સામે ટકી રહેવાની પ્રતિકારક શક્તિ અતિ ઝડપથી વિકસી રહી છે. નવો અભ્યાસ સૂચવે છે કે વંદામાં જુદા-જુદા પ્રકારનાં ઝેર સામે ટકી રહેવાની શક્તિ આકાર પામી રહી છે. સંશોધકોને માલૂમ પડ્યું છે કે એક જ પેઢીમાં આ પ્રતિકારક શક્તિમાં છગણો વધારો થઈ શકે છે. અભ્યાસના છ મહિનાના ગાળા દરમિયાન સંશોધકો કેટલાક કિસ્સામાં જુદા-જુદા પ્રકારનાં જંતુનાશકોનો ઉપયોગ કરવા છતાં વંદાની સંખ્યા ઘટાડી ન શક્યા. ઊલટું એક જ પેઢીમાં વંદાની પ્રતિકારક શક્તિમાં છગણો વધારો થયો હતો. વંદાઓનું આ અત્યાર સુધી સામે ન આવેલું લક્ષણ હતું એમ પરડ્યુ યુનિવર્સિટીના પ્રોફેસર મિકાઇલ સ્કાર્ફે જણાવ્યું હતું.

આ પણ વાંચો : વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK