રાજકારણીઓનું માનસિક આરોગ્ય કથળવાની શક્યતા વધારે હોય છે

Published: Jul 18, 2019, 11:44 IST | મુંબઈ ડેસ્ક

સંસદસભ્યોને હતાશા કે તનાવનો અનુભવ થવાની શક્યતા ૨૬ ટકા જેટલી વધારે રહે છે. તેઓ તેમનો પીછો કરવામાં આવી રહ્યો હોવાનો ભય અનુભવી શકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હેલ્થ બુલેટિન

તાજેતરમાં જ બ્રિટનના સંસદસભ્યોના માનસિક આરોગ્ય તથા તેમની સુખાકારીનું મૂલ્યાંકન કરવા માટે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે સંશોધકોના જણાવ્યા અનુસાર આ અભ્યાસનાં તારણો અન્ય દેશોના રાજકારણીઓ પર પણ સમાન ધોરણે લાગુ પડે છે. સામાન્ય લોકોની સરખામણીમાં રાજકારણીઓમાં માનસિક આરોગ્યની સમસ્યાઓ સર્જાવાની શક્યતા વધારે રહે છે, કારણ કે તેમણે અવિરતપણે કાર્યબોજ સહન કરવો પડે છે, સાઇબર બુલિંગના ભોગ બનવું પડે છે અને તેમના માથે સતત જૉબની અસલામતી તોળાતી રહે છે.
સંસદસભ્યોને હતાશા કે તનાવનો અનુભવ થવાની શક્યતા ૨૬ ટકા જેટલી વધારે રહે છે. તેઓ તેમનો પીછો કરવામાં આવી રહ્યો હોવાનો ભય અનુભવી શકે છે.
નિષ્ણાતો જણાવે છે કે રાજકીય નેતાઓ માનવી છે અને તેઓ અત્યંત કઠિન કામ કરે છે. સામાન્ય લોકોની તુલનામાં રાજકારણીઓમાં માનસિક આરોગ્યલક્ષી સમસ્યાઓ સર્જાવાનું જોખમ ઘણું વધારે હોય છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિઆટ્રીના સંશોધક નિકોલ વોટ્રુબા તથા કન્ઝર્વેટિવ એમપી ડેન પોલ્ટરે પણ આ અભ્યાસમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

બ્રિટનના સંસદસભ્યોના માનસિક આરોગ્ય તેમ જ તેમની સુખાકારીનું મૂલ્યાંકન કરવા માટેનો આ પ્રકારનો આ પ્રથમ અભ્યાસ હોવાનું ડૉ. પોલ્ટરે જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK