બટર ચિકન ખાવા32 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને ૮૬૬૦૦ રૂપિયાનો દંડ ભર્યો

Published: Jul 20, 2020, 11:07 IST | Mumbai correspondent | Mumbai Desk

ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરના ખાનપાનના શોખીન પોતાને ભાવતું બટર ચિકન ખાવા માટે ૩૨ કિલોમીટરનો પ્રવાસ કરીને તેની ફેવરિટ રેસ્ટોરાં સુધી પહોંચ્યો અને લૉકડાઉનમાં બહાર નીકળવા બદલ ૧૬૫૨ ડૉલર (લગભગ ૮૬,૬૦૦ રૂપિયા)નો દંડ પણ ભર્યો હતો.

બટર ચિકન ખાવા32 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને ૮૬૬૦૦ રૂપિયાનો દંડ ભર્યો
બટર ચિકન ખાવા32 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને ૮૬૬૦૦ રૂપિયાનો દંડ ભર્યો

ભાવતી વાનગીઓ ખાવાની ઉત્સુકતાના અનેક કિસ્સા જાણવા-સાંભળવા મળે છે. રોગચાળાના લૉકડાઉનમાં લોકો ઘરમાં જે શક્ય હોય એ ખાતાં શીખી ગયા છે, પરંતુ શોખીનોની વાત જુદી હોય છે. ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરના ખાનપાનના શોખીન પોતાને ભાવતું બટર ચિકન ખાવા માટે ૩૨ કિલોમીટરનો પ્રવાસ કરીને તેની ફેવરિટ રેસ્ટોરાં સુધી પહોંચ્યો અને લૉકડાઉનમાં બહાર નીકળવા બદલ ૧૬૫૨ ડૉલર (લગભગ ૮૬,૬૦૦ રૂપિયા)નો દંડ પણ ભર્યો હતો. એ દિવસે પોલીસે લૉકડાઉનનો ભંગ કરવા બદલ ૭૪ જણને પકડ્યા હતા, પરંતુ એમાં બટર ચિકનના શોખીન ભાઈને બાદ કરતાં અન્યો મોટા ભાગના દોસ્તોને મળવા અને દારૂ પીવા માટે બહાર નીકળ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK