ઑસ્ટ્રેલિયામાં રમાનારી ટેસ્ટ-મૅચ ફિલિપ હ્યુઝની યાદને તાજી રાખશે

Published: 3rd December, 2014 05:43 IST

આવતા થોડા સમય સુધી એવું બનવાનું છે કે ઑસ્ટ્રેલિયામાં રમાનારી તમામ મૅચમાં બૅટ્સમૅન ફિલિપ હ્યુઝ કોઈ ને કોઈ રીતે મેદાન પર એક ભાર સાથે હાજર રહેશે. ઑસ્ટ્રેલિયન બોલર જ્યારે પણ પોતાના રન-અપ પર જતો હશે ત્યારે તેના મનમાં અને બોલરની સામે રમનારા બૅટ્સમૅનના મનમાં પણ ફિલિપની યાદ તાજી રહેશે. આ એક એવી ઘટના છે જે બહુ ઝડપથી ભુલાવાની નથી.સ્પેશ્યલ કમેન્ટ - હર્ષ ભોગલે, ક્રિકેટ-કૉમેન્ટેટર, ક્રિકેટ-એક્સપર્ટ

ક્રિકેટના સ્ટેડિયમના કૉમેન્ટરી-બૉક્સમાં બેસીને મેં અનેક પ્રકારની એવી ઘટના જોઈ છે જે ક્રિકેટ માટે કડવી યાદ લઈને આવી હોય. એવી પણ અનેક મૅચનો સાક્ષી રહ્યો છું જેમાં અત્યંત સરળ લાગતી મૅચ પણ પ્લેયરની ભૂલને કારણે હારી ગઈ હોય અને હાર્યા પછી પ્લેયર ડ્રેસિંગરૂમમાં ખૂબ રડ્યો હોય. મૅચ જીતીને રડનારાઓને પણ મેં જોયા છે. વલ્ર્ડ કપ વખતે જ્યારે ઇન્ડિયા ફાઇનલ મૅચ જીતી ગયું હતું ત્યારે ડ્રેસિંગરૂમનો ઉત્સાહ પણ જોયો છે અને એ ઉત્સાહ વચ્ચે જ્યારે બધા પ્લેયર સચિન તેન્ડુલકરને લઈને આખું સ્ટેડિયમ ફર્યા એ પ્રસંગ પણ જોયો છે. એ સમયે તો પ્લેયર સિવાય પણ જેકોઈ ઑફિસ-સ્ટાફ અને ક્રિકેટ બોર્ડનો સ્ટાફ ત્યાં હતો એ બધાની આંખમાં આંસુ આવી ગયાં હતાં. ઇન્ક્લુડિંગ મી ટુ, પણ એ આંસુ અને ફિલિપ માટે આવતાં આંસુ વચ્ચે ફરક છે. એ ખુશીનાં આંસુ હતાં જ્યારે અત્યારે મનમાં પીડા આપનારાં આંસુ છે. સોમવારે ઑસ્ટ્રેલિયામાં એક કૉમેન્ટેટર-ફ્રેન્ડ સાથે વાત ચાલતી હતી ત્યારે બોલર શા: ઍબૉટ વિશે પણ વાત થઈ. ફ્રેન્ડે કહ્યું કે અત્યારે ઍબૉટની હાલત એટલી હદે ખરાબ છે કે તે સાઇકિયાટ્રિસ્ટની હેલ્પ લઈને ટ્રાન્ક્વિલાઇઝર લઈને સૂએ છે. ધેટ વૉઝ ઍન ઍક્સિડન્ટ ઓન્લી અને એ બધા જાણે છે છતાં આજે તેની પરિસ્થિતિ આવી છે.

પાપારાઝીઓ માત્ર ઇન્ડિયા અને ઇંગ્લૅન્ડમાં જ છે એવું નથી. ઑસ્ટ્રેલિયામાં પણ છે. મીડિયા એની પાછળ પડી ગયું હતું જેને મહામહેનતે રોકવામાં આવ્યું છે. અરે, જે બૅટ્સમૅને જીવ ગુમાવ્યો છે તેના ફૅમિલી-મેમ્બર્સે તેને માફ કરી દીધો એ પછી પણ મીડિયાના પાપારાઝીઓ પાછળ પડી ગયેલા. આવું થવું અયોગ્ય છે. એક ઍક્સિડન્ટને જો આટલી હદે હવા આપવામાં ન આવી હોત તો એની અસર કદાચ થોડા સમય સુધી રહી હોત અને ક્રિકેટની ક્રીઝ પર ઊતરતી વખતે પ્લેયર પર કોઈ માનસિક તાણ રહે એવું બન્યું ન હોત પણ અત્યારે અને આવતા સમયમાં એ બનવાનું છે. મારું માનવું છે કે એવું ન રહે અને પ્લેયર સ્ટ્રેસ-ફ્રી થાય એ માટે જેટલું કાંઈ બોર્ડે કરવાનું છે એટલું જ સજાગ કામ મીડિયાએ પણ કરવાનું છે. મીડિયાએ આ ઘટનાને હવે ધીમેથી કાયમ માટે એક બાજુએ મૂકી દેવી જોઈએ. ઍટલીસ્ટ બોલરને કેન્દ્રમાં રાખવો જોઈએ.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK