હાર્દિક પટેલ જન્મદિને ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરશે, જનચેતના સંમેલનનું આયોજન

Updated: Jul 15, 2019, 08:02 IST | અમદાવાદ

ગુજરાત કૉન્ગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી બાદ ફરીથી સક્રિય થવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલ તેના જન્મદિવસે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે.

હાર્દિક પટેલ (File Photo)
હાર્દિક પટેલ (File Photo)

ગુજરાત કૉન્ગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી બાદ ફરીથી સક્રિય થવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલ તેના જન્મદિવસે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે.

આ સંમેલન વિશે સોશ્યલ મીડિયા પર એક આમંત્રણપત્રિકાઓ પણ જોવા મળી રહી છે. આમંત્રણપત્રિકામાં લખાયું છે કે ‘આપણા યુવા હૃદયસમ્રાટ અને ખેડૂતોના પનોતા પુત્ર હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની જનતાના અધિકારોને વાચા આપવા ગુજરાત ચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ આ મહેલ નહીં, કેક છેઃ ભૂતપૂર્વ બૉક્સિંગ ચૅમ્પિયને બનાવી છે

આ સંમેલનમાં રાજ્યના સામાજિક આગેવાનો, ખેડૂત આગેવાનો, રાજકીય આગેવાનો, જનતાના અધિકાર માટે લડતાં સંગઠનો, યુવાનો ઉપસ્થિત રહેવાનાં છે. સંમેલન ૨૦ જુલાઈએ બપોરે બે વાગ્યે ગાંધીનગરના સેક્ટર ૧૭માં આવેલા ટાઉનહૉલમાં યોજાશે. સંમેલનના માધ્યમથી હાર્દિક પટેલ રાજકીય માહોલ ગજાવે એવી વકી છે અને શક્તિ પ્રદર્શન દ્વારા આગામી રાજકીય કાર્યક્રમોની જાહેરાત કરે એવી પણ શક્યતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK