Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > થપ્પડની ગુંજથી ગભરાઈ સરકાર, આપશે સિક્યોરિટી ગાર્ડ પણ હાર્દિકનો ઈનકાર

થપ્પડની ગુંજથી ગભરાઈ સરકાર, આપશે સિક્યોરિટી ગાર્ડ પણ હાર્દિકનો ઈનકાર

19 April, 2019 06:35 PM IST |

થપ્પડની ગુંજથી ગભરાઈ સરકાર, આપશે સિક્યોરિટી ગાર્ડ પણ હાર્દિકનો ઈનકાર

હાર્દિક પટેેલે નકારી સિક્યોરિટી

હાર્દિક પટેેલે નકારી સિક્યોરિટી


ગુજરાતના સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને યોજાયેલ સભામાં એક શખ્સે હાર્દિક પટેલને લાફો માર્યો હતો. ચાલુ સભામાં ભાષણ આપી રહેલા હાર્દિક પટેલને અજાણ્યા શખ્સે લાફો માર્યો હતો જેના કારણે ભારે ચકચાર મચી છે. આ બાબતને સરકારે ગંભીરતાથી નોંધ લીધી હતી અને ગૃહ વિભાગના આદેશના આધારે હાર્દિક પટેલને સિક્યોરિટી ગાર્ડ આપવાની જાહેરાત કરી હતી પરંતુ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સરકારની આ જાહેરાતે ફગાવી હતી અને સિક્યોરિટી ગાર્ડ લેવાની ના પાડી.

સિક્યોરિટી ગાર્ડ એટલે સરકારી જાસૂસ



સરકારે ઘટનાની તપાસ કર્યા બાદ હાર્દિક પટેલની સુરક્ષાના ભાગરુપે 24 કલાક સિક્યોરિટી ગાર્ડ આપવાની જાહેરાત કરી હતી પરંતુ સરકારની આ ઓફરને ફગાવી હાર્દિક પટેલે કહ્યું કે, સિક્યોરિટી ગાર્ડ એટલે સરકારનો જાસૂસ. મારી જાસૂસી કરવા માટે સરકારનું ષડયંત્ર છે.


 

આ પણ વાંચો: Video:ચૂંટણી સભામાં હાર્દિક પટેલ પર થઈ લાફાવાળી


 

આ પહેલા પણ હાર્દિક નકારી સિક્યોરિટી

આ પહેલા પણ હાર્દિક પટેલ પર હુમલાના પ્રયાસો થઈ ચુક્યા છે જેના કારણે તેમને સિક્યોરિટી ગાર્ડ આપવાની વાત કરાઈ હતી. હાર્દિક પટેલે આ પહેલા ત્રણ વાર સિક્યોરિટી લેવાનો ઈનકાર કર્યો છે. આજે એક શખ્સે જાહેર સભામાં હાર્દિક પટેલને લાફો માર્યો હતો ત્યારબાદ માહોલ ગરમાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2019 06:35 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK