મારી દૃષ્ટિએ નરેન્દ્ર મોદી એ દેશની આન છે, બાન છે અને શાન છે

Published: Nov 19, 2014, 05:39 IST

જો મારું ચાલે તો હું નરેન્દ્ર મોદીના કાફલામાં અત્યારે જઈને જૉઇન થઈ જાઉં અને તેઓ જે કામ સોંપે એ કામ કરવામાં લાગી જાઉં.


harbhajan singhસ્પેશ્યલ કમેન્ટ - હરભજન સિંહ, વિખ્યાત ક્રિકેટ-પ્લેયર


મને તેમના માટે જબરદસ્ત માન છે. નરેન્દ્ર મોદી માટે હું તો માનું છું કે તેઓ દેશની આન છે, બાન છે અને શાન છે. હમણાં તેઓ ઑસ્ટ્રેલિયામાં છે. મેં ટીવી પર એ ન્યુઝ જોયા અને ન્યુઝપેપરમાં પણ ત્યાંના ન્યુઝ વાંચ્યા અને ફોટોગ્રાફ્સ જોયા. ફોટોમાં જે સંખ્યા દેખાય છે એટલી સંખ્યામાં લોકો કયારેય ઑસ્ટ્રેલિયામાં એકઠા નથી થયા. ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની ક્રિકેટ-મૅચમાં હોય એના કરતાં પણ વધુ લોકો તેમને સાંભળવા માટે એકત્રિત થયા હતા. હું ક્લિયર કરી દઉં કે એક એવા નેતાને સાંભળવા એકત્રિત થયા હતા જે પૉલિટિકલ લીડર છે. જો ત્યાં હાજર રહેલા સૌને પૉલિટિક્સમાં આટલો જ રસ હોત તો દેશ ક્યારનો આગળ નીકળી ગયો હોત અને એ બધા આજે ઑસ્ટ્રેલિયામાં નહીં પણ ભારતમાં રહેવા આવી ગયા હોત, પણ એવું નહોતું. તેમને ઇન્ડિયન પૉલિટિક્સમાં નહીં પણ ઇન્ડિયન લીડરમાં ઇન્ટરેસ્ટ હતો અને તે બધા માત્ર નરેન્દ્ર મોદીને સાંભળવા આવ્યા હતા.

નરેન્દ્ર મોદીનો એક કરિશ્મા છે. તેઓ જે કંઈ કહે છે એ દિલથી કહે છે અને દિલથી કહેવાયેલા એ શબ્દો સીધા દિલમાં ઊતરે છે. હું પૉલિટિક્સ વિશે વધારે બોલવા નથી માગતો, પણ એટલું ચોક્કસ કહીશ કે તેમણે આપણા દેશમાં એક આશા ફેલાવી દીધી છે. આજે દરેક યંગસ્ટર દેશ માટે પૉઝિટિવ થયો છે અને દરેકનું માનવું છે કે દેશનો સાચો સમય હવે શરૂ થયો છે. આ આશા ફેલાવવાનું કામ અઘરું હતું. આપણે સાઠથી પણ વધુ વર્ષોથી દેશને જે હાલતમાં જોઈ રહ્યા હતા એ સંજોગો વચ્ચે આટલા ટૂંકા સમયમાં બધાને પૉઝિટિવ કરવા એ કંઈ નાની વાત હોય એવું મને નથી લાગતું. આ કરવા માટે મનથી પણ વ્યક્તિ પૉઝિટિવ હોવી જોઈએ, જે નરેન્દ્ર મોદી છે.

નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા મિશનથી દેશ સ્વચ્છ રહેવા માંડશે કે નહીં એ તો હું કહી ન શકું, તેમણે બ્લૅક મની માટે જે ઝુંબેશ શરૂ કરી છે એનાથી બ્લૅક મની પાછાં આવશે કે નહીં એ કહેવા માટે પણ મારું સ્ટ્રેચર બહુ નાનું કહેવાય, પણ હા, એટલું ચોક્કસ કહીશ કે જે રીતે તેમના આ બન્ને અભિયાનથી લોકોના મનમાં જાગૃતિ આવી છે એ ઉમદા છે. હવે કચરો ફેંકતી વખતે મનમાં એક ડર રહે છે કે કોઈ ટકોર કરશે. એવું જ બ્લૅક મની માટે છે. હવે બ્લૅક મનીને ફૉરેનમાં ટ્રાન્સફર કરતી વખતે બિઝનેસમૅન એનો બીજો કોઈ ઑપ્શન શોધવાનું વિચારતા થઈ ગયા હશે, જે જરૂરી હતું. નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી તેમણે શું કામ કર્યું છે એનો હિસાબ કરીને જો કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે તેઓ આવ્યા ત્યારે તેમણે જે આશા લોકોના મનમાં જન્માવી હતી એ આશા આજે પણ તેમણે અકબંધ રાખી છે અને આ તેમનું સૌથી મોટું કામ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK