પીક-અવર્સમાં હાર્બરની ટ્રેન-સર્વિસ ત્રણ કલાક સુધી ખોરવાયેલી રહી

Published: 23rd November, 2012 05:06 IST

સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇનમાં ગઈ કાલે સવારે વડાલા રોડ પર અપ લાઇનમાં રેલ-ફ્રૅક્ચર થતાં પીક-અવર્સમાં ટ્રેનવ્યવહાર ખોરવાઈ જવાથી ઑફિસમાં જનારા લોકોને ભારે હાલાકી થઈ હતી.

લગભગ ત્રણેક કલાક સુધી હાર્બર લાઇનનો ટ્રેનવ્યવહાર ખોરવાઈ ગયો હતો જે સાડાઅગિયાર વાગ્યા બાદ પૂર્વવત્ થયો હતો. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘સવારે ૮.૪૮ વાગ્યાની આસપાસ વડાલા રોડ પર કુર્લાના છેવાડા તરફ અપ લાઇનમાં રેલ-ફ્રૅક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. એને પગલે છત્રપતિ શિવાજી ટર્મિનસ જતી ટ્રેનો બંધ કરવી પડી હતી એટલે રેલવે-બ્લૉક હાથ ધરીને યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવ્યું હતું અને ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી હતી. રેલ-ફ્રૅક્ચરને લીધે ટ્રૅક પર ટ્રેનો ઊભી રહી જવાને પગલે મોડે સુધી ટ્રેનો ૪૦થી ૪૫ મિનિટ મોડી દોડી રહી હતી એટલું જ નહીં, ૨૬ જેટલી ટ્રેન-સર્વિસ કૅન્સલ કરવી પડી હતી.’

- પી. સૃષ્ટિ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK