(અરિંદમ ચૌધરી)
આવું બધું ખુલ્લેઆમ અને સતત ફક્ત એક જ કારણથી થઈ રહ્યું છે. આપણા દેશનું ન્યાયતંત્ર પાંગળું બની ગયું છે. એક સરેરાશ કેસનો ચુકાદો આવતાં લગભગ બે દાયકાનો સમય વીતી જાય છે અને કોઈ પણ કેસમાં પોતાના અધિકાર માટે લડતી વ્યક્તિ હકીકતમાં અવસાન ન પામે ત્યાં સુધી આપણા ન્યાયતંત્ર દ્વારા તેની હત્યા કરવામાં આવી રહી છે.
એક મિડિયા-હાઉસ તરીકે શરૂઆતથી જ અમે ભારતના ન્યાયતંત્ર વિશે સતત રજૂઆતો કરતા રહ્યા છીએ અને એથી જ અમે ન્યાયતંત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી ‘ગવર્નન્સ વૉચ’ નામની દ્વિમાસિક પુરવણી શરૂ કરી હતી. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે આપણી મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં નબળી ન્યાયપ્રણાલી જવાબદાર છે. એ કહેવાની કોઈ જરૂર નથી કે ભારત પાસે એક નબળી અથવા તો પાંગળી બની રહેલી ન્યાયપ્રણાલી છે, જે નક્કી કરે છે કે મોટા ભાગના કેસોમાં ન્યાય મળતો નથી અને જો કદાચ ન્યાય મળે તો પણ એનું કોઈ મૂલ્ય રહેતું નથી. ભારતની વિવિધ અદાલતોમાં વિવિધ સ્તરે લગભગ ત્રણ કરોડ જેટલા અધધધ કેસો પડતર છે. એક પછી એક આવતી સરકારો દ્વારા જાણીજોઈને સર્જવામાં આવેલી આ પરિસ્થિતિ અપરાધીઓ અને તમામ પ્રકારના ભ્રષ્ટાચારીઓ તથા બળાત્કારીઓના શાસનને પ્રોત્સાહન આપે છે અને એક કેસનો નિકાલ કરવા માટે વર્ષો અથવા તો દાયકાઓનો સમય નીકળી જતો હોવાથી અપરાધ ઊંચાઈ પર પહોંચી રહ્યો છે અને ન્યાયતંત્ર એની સામે નિ:સહાય બની રહ્યું છે.
એથી પોલીસ, મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન પ્રત્યેના આક્રોશ અને બહિષ્કાર તથા મૃત્યુદંડની માગણી સાથે હું સહમત છું. સાચી વાસ્તવિકતા તો એ છે કે આપણે ભ્રષ્ટાચારવિરોધી અને બળાત્કારવિરોધી કાર્યકર તરીકે સમગ્ર ન્યાયતંત્રમાં ધરમૂળથી બદલાવ લાવવાની માગણી કરવી જોઈએ. સરકારે સંપૂર્ણપણે ધ્યાન આપવા જેવી બે બાબતો છે. પહેલાં તો સરકારે હાલના ન્યાયાધીશોની સંખ્યા વધારીને ૧૦ ગણી કરવાની જરૂર છે. જો આપણે આ પ્રકારનાં ધોરણો મેળવવાનો પ્રયાસ કરીએ તો પણ આપણને વધારાના એક લાખ ન્યાયાધીશોની જરૂર છે. આ આંકડો અત્યારે ઘણો મોટો લાગે છે, પરંતુ આ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું અશક્ય નથી અને આ લક્ષ્યાંક પાંચ વર્ષના સમયગાળામાં પૂરો કરી શકાય એમ છે. આ માટે દર વર્ષે ૨૦,૦૦૦ જેટલા અધિક ન્યાયાધીશો નિયુક્ત કરવા પડે અને એ માટે વાર્ષિક ૬૦૦૦ કરોડ રૂપિયાનું વધારાનું બજેટ ફાળવવું પડે એમ છે. અહીં એક બાબતની નોંધ લેવી જોઈએ કે એક ન્યાયાધીશ અને તેમની ઑફિસના સહાયકો પાછળ વાર્ષિક ૩૦ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ ન થાય. શરમની વાત તો એ છે કે વરસોવરસ બજેટો રજૂ કરવામાં આવે છે અને ન્યાયપ્રણાલી પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી કે આ વ્યવસ્થામાં સુધારણા માટે પૂરતું બજેટ ફાળવવામાં આવતું નથી. બીજી બાબત એ કે સરકારે સંસદમાં એવો કાયદો પસાર કરવો જોઈએ કે નાગરિકોને નીતિ અને સમયમર્યાદામાં સાચો ન્યાય મળી રહે એની બાંયધરી મળી રહે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં પરચૂરણ કેસોમાં લોકો સવારે કેસ દાખલ કરે છે અને સાંજે તો તેમને ન્યાય મળી જાય છે. આપણે આ પ્રકારની સ્થિતિ માટે નોખા નથી. દાખલા તરીકે ભારતમાં આવકવેરાના કેસો ઓછામાં ઓછું અસેસિંગ ઑફિસરની કક્ષાએ કાયદા દ્વારા નીતિ સમયમર્યાદામાં ઉકેલી શકાય એમ છે.
હા, જ્યારે હું ટીકા કરું છું ત્યારે મારે વ્યક્તિગત રીતે એ વાત સ્વીકારવી જોઈએ કે આપણું ન્યાય મંત્રાલય આપણા ન્યાયતંત્ર કરતાં તો ઘણું સારું છે. ભારતની માનનીય સર્વોચ્ચ અદાલત સળગતી રાજકીય અને સામાજિક સમસ્યાઓ પ્રત્યે સંરક્ષણાત્મક વલણ પ્રદર્શિત કરી રહી છે. છેલ્લા એક વર્ષથી સુપ્રીમ ર્કોટ દ્વારા લેવામાં આવેલા કેટલાક નર્ણિયો એવા મામલાઓમાં લેવામાં આવ્યા છે જે અદાલતોના નહીં પરંતુ સરકારના દાયરામાં આવે છે. આ મામલામાં ન્યાયતંત્ર કાયદાનું ઉલ્લંઘન કરતી ઘટનાઓની અવગણના કરે છે.
હકીકતમાં આપણા ભૂતપૂર્વ કાયદાપ્રધાન વીરપ્પા મોઇલીના નેતૃત્વમાં સમગ્ર ન્યાયપ્રણાલીમાં ધરમૂળથી બદલાવ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. કેટલાંય વર્ષોથી પરચૂરણ અપરાધો માટે જેલમાં સબડી રહેલા સાડાસાત લાખ જેટલા કાચા કામના કેદીઓને મુક્ત કરીને મોઇલીએ અગાઉના કોઈ કાયદાપ્રધાને નહોતું કર્યું એ કામ કરી બતાવ્યું હતું. આમાંના મોટા ભાગના કેદીઓનો વાંક ફક્ત એટલો જ હતો કે તેઓ ગરીબ હતા. તેમણે સાચી દિશાનું પગલું લીધું હતું. અદાલતોમાં પડતર કેસો વિશે તેમના દૃષ્ટિકોણની અનુભૂતિ થાય એ પહેલાં જ તેમને કાયદા મંત્રાલયમાંથી ખસેડી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ સલમાન ખુરશીદ પણ કાયદાપ્રધાનમાં આવ્યા અને ચાલ્યા ગયા, પરંતુ પરિસ્થિતિ જૈસે થે છે. હું ભૂતપૂર્વ ચૂંટણી-કમિશનર ટી. એન. શેષન અથવા હાલના કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ વિનોદ રાય જેવા કાયદાપ્રધાન કે મુખ્ય ન્યાયમૂર્તિની રાહ જોઈ રહ્યો છું, જે ઉપર દર્શાવ્યા પ્રમાણેની દિશામાં તાત્કાલિક પગલાં લે અને સાબિત કરી દે કે જો એક માનવી ઇચ્છે તો ભારત દેશ તેના નાગરિકો માટે અને સડકો પર મહિલાઓ માટે સુરક્ષિત સ્થળ બની શકે. ત્યાં સુધી દુર્ભાગ્યપૂર્ણ સત્ય વાસ્તવિકતા બની રહેશે કે આ બળાત્કાર કેસમાં અંતિમ ચુકાદાએ બળાત્કારીઓ સહિત ભારતની પાંગળી બની ગયેલી અદાલતોને પણ દોષી ઠેરવવી જોઈએ.
Palghar Mob Lynching Case: મૉબ લિન્ચિંગ કેસમાં 89 આરોપીઓને મળ્યા જામીન
16th January, 2021 17:26 ISTCOVID-19 Cases in India: નોંધાયા 20 હજારથી વધુ સંક્રમિત, 279 લોકોનું મૃત્યુ
28th December, 2020 11:21 ISTVJ Chitra Suicide Case: આત્મહત્યા માટે ઉશ્કેરવા બદ્દલ એક્ટ્રેસના પતિની ધરપકડ
15th December, 2020 12:33 ISTએક જ કુટુંબના 4 જણની હત્યા, છેલ્લા શ્વાસ લેતા પહેલા બાળકે કર્યું આ...
25th November, 2020 17:05 IST