જે તમારા માનવા મુજબ અન્ય કોઈમાં હોવાની સંભાવના નથી અેવા તમારા શરીરમાં કોઈ એવા ફેરફાર થયા હોય કે નોંધાયા હોય તો એ શૅર કરવાની ચૅલેન્જ ઇન્ટરનેટ પર મુકાઈ હતી. અમેરિકાના ટેક્સસ રાજ્યના હ્યુસ્ટનની મૅકેન્ઝી બ્રાઉન નામની મહિલાએ તેના હાથની આંગળીના ટેરવામાં ઝીણા-ઝીણા વાળ ઊગતા હોવાની વાત શૅર કરી હતી જે ખરેખર માન્યામાં આવે એવી નહોતી. તેનું કહેવું છે કે નાનપણમાં તેની આંગળીના ટેરવા પર સ્કિન ગ્રાફ્ટિંગ સર્જરી કરવામાં આવી હતી.
મૅકેન્ઝી બ્રાઉન જ્યારે બે વર્ષની હતી ત્યારે તેની મમ્મીએ દરવાજો બંધ કરતાં તેમાં તેની આંગળી આવી જતાં આંગળીના ટેરવા પર સખત ઈજા થઈ હતી. આંગળીમાં સંવેદના પાછી લાવવા તેના પર સ્કિન ગ્રાફ્ટિંગ સર્જરી કરવામાં આવી હતી. મૅકેન્ઝી બ્રાઉનની વય નાની હોવાથી તેની ત્વચા લેવાથી પડતો ડાઘ દેખાય નહીં એટલે ડૉક્ટરોએ તેના પ્રાઇવેટ પાર્ટની જગ્યાએથી સ્કિન લેવાનો નિર્ણય લીધો હતો.
સ્કિન ગ્રાફ્ટ એક એવી સર્જરી છે જેમાં ત્વચાના રક્ષણાત્મક આવરણને નુકસાન પહોંચે તો શરીરમાં અન્ય હિસ્સામાંથી સ્કિન કાઢીને નુકસાનગ્રસ્ત જગ્યાએ સ્કિન આરોપાય છે. જોકે થયું એવું કે જ્યારે મૅકેન્ઝીબહેન યુવાન થયાં ત્યારે તેમની આંગળીના ટેરવા પર વાળ ઊગવા માંડ્યા હતા, જેને લીધે તે સ્કૂલમાં મજાકને પાત્ર બની હતી.
ટેરવા પર વાળ ઊગે કે તરત જ તેણે એને ખેંચી કાઢવા પડે છે. એટલું જ નહીં, તે જ્યારે મેનિક્યૉર કરાવવા જાય છે ત્યારે બ્યુટિશ્યનને પણ આ જોઈને બહુ નવાઈ લાગે છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે આંગળીના ટેરવે વાળ ઊગવાનું રહસ્ય તે બધા સામે ઉજાગર કરી નથી શકતી.
હાથમાં અજગર અને ખભે પોપટ બેસાડીને જતો આ માણસ સોશ્યલ મીડિયામાં હિટ
3rd March, 2021 07:13 ISTકલકત્તાના ટી સ્ટૉલમાં એક કપ ચાનો ભાવ 1000 રૂપિયા!
3rd March, 2021 07:13 ISTમંગાવ્યો ફોન ઍપલનો, મળ્યું ઍપલ ફ્લેવર્ડ યોગર્ટ
3rd March, 2021 07:13 ISTઆ ટેણકી માઉન્ટ કિલિમાન્જારો શિખર સર કરનારી સૌથી નાની પર્વતારોહક બની
3rd March, 2021 07:13 IST